• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

માલધારીમાંથી ખેડૂત બન્યા પછી ખારેકમાં સફળતા મળી

મોટી વિરાણી, (તા. નખત્રાણા), તા. 6 : એક કહેવત છે કે, મન હોય તો માળવે જવાય એમ એક માલધારી પોતાના પશુઓનો વ્યવસાય છોડી પોતાની માલિકીની વાડીમાં ખારેકના પાકને પાંચ વર્ષ થયા એક નવી દિશા આપી હતી. નરાની બાજુમાં આવેલી ધ્રગડવાંઢમાં આજથી પાંચ વર્ષ પહેલાં જત નગર મામદ માનકૂવાના ફાર્મમાંથી 18 રોપા દેશી ખારેકના લઇ આવ્યા અને પોતાની 10 એકરવાડી જે નરા ગામની બાજુમાં છે. શરૂઆત રૂપે 18 રોપાનું વાવેતર કર્યું હતું. આજે 10 એકરમાં 500 દેશી ખારેકનાં વૃક્ષ લહેરાઇ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, નરા પાસે આવેલી વાડીમાં માવજત કરી દેશી ખાતર આપીને 500 ખારેકડીનાં વૃક્ષોમાં આજે એક વૃક્ષમાં 50થી 60 કિલો ફાલ પાકયો છે. સંયુક્ત પરિવારમાં રહેતા તેઓની પાસે 35 ભેંસો જંગલમાં ચરાવવા જતા પછી વિચાર આવ્યો કે હવે પોતાની વાડીમાં રોકડીઓ બાગાયતી પાક તૈયાર કરીએ. 35 ભેંસ પોતાના ભાઇને આપીને માલધારીમાંથી ખેડૂત તરફ વળ્યા અને આ વખતે પોતાની વાડીમાં ત્રણ વર્ષ થયા ખારેકનો પાક લઇ રહ્યા છે. છાણિયા ખાતરથી જ દેશી ખારેકની વાડીમાં વૃક્ષોમાં ખારેકનો મીઠો ફાલ લચી રહ્યો છે. ખારેકનાં 500 વૃક્ષમાં એક  વૃક્ષમાં 50થી 60 કિલો ફાલ ઊતરે છે. નરા ડેમનાં પાણી ઉપરાંત બોરનું પાણી પિયતમાં ઉપયોગમાં લેવામાં આવે છે. 70 કિલોના ભાવ ઉપરાંત સારી ખારેકના ભાવ કિલે 200 મળે છે. એમ તેમણે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang