• સોમવાર, 06 મે, 2024

ડીપીએ ચેરમેનના કાર્યકાળમાં કામદાર કલ્યાણનાં અનેક કામો થયાં

ગાંધીધામ, તા. 23 : દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના પૂર્વ ચેરમેનનાં કાર્યોને બિરદાવી ટ્રાન્સપોર્ટ અને ડોક વર્કર્સ યુનિયન દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જેમાં ડીપીએ ચેરમેનના કાર્યકાળ દરમ્યાન કામદાર કલ્યાણના અનેક કામો થયા હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો. યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણએ જણાવ્યું હતું કે, પોર્ટના પૂર્વ અધ્યક્ષ એસ.કે. મેહતાએ કોરોનાકાળમાં સરાહનીય કામગીરી કરી હતી. ગોપાલપુરીમાં દરેક વર્ગના કર્મચારી માટે ક્વાર્ટર્સ બનાવાયા હતા. ટ્રાન્સફર ફીમાં ઘટાડો કરાયો, કંડલામાં ઓઇલ જેટીનું કામ પૂર્ણ કરાવ્યું, તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલના કરાર કરાયા, ઉપરાંત વેલ્ફેરના કામો પણ નોંધપાત્ર રહ્યા હોવાનું ઉમેર્યું હતું. પૂર્વ ચેરમેન સંજય મહેતાએ કાર્યકાળ દરમ્યાન યુનિયનનો સહયોગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રસંગે ડીપીએના ઉપાધ્યક્ષ નંદિશ શુક્લા, સચિવ હરિચંદ્રન, પર્સોનેલ ઓફિસર રવી મહેશ્વરી તથા શ્રી પ્રધાન તેમજ યુનિયનના જીવરાજભાઇ ભાંભી, લલિત વરિયાણી, મહેશ અખાણી, અનિલ પનીકર, વિપુલભાઈ ધૂવા, જેઠાલાલ દેવરિયા, અલીમામદ ચાવડા, સમજી કટુવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન દિવ્યા નાયરે કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang