• બુધવાર, 31 મે, 2023

લવ જેહાદ સામે કેન્દ્ર સરકાર વટહુકમ બહાર પાડે તેવી માંગ

ભુજ, તા. 25 : બોટાદના સામઢિયાળા ખાતે તાજેતરમાં મળેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં લવ જેહાદ વિરુદ્ધ કેન્દ્ર સરકાર વટહુકમ બહાર પાડે તેવી માગણી કરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ વિભાગના નવા હોદ્દેદારોની વરણી થઇ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બકુલભાઇ ખાખીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઇ ભરવાડ, મહામંત્રી હિંમતભાઇ બોરડ, ઉ.ગુ. સંગઠન મંત્રી રોહિતભાઇ દરજી, કામેન્દ્રસિંહ રાઠોડ, નિર્મલસિંહ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશિકાંત પટેલ, વસંતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હિન્દુ હી આગેના વિચાર સાથે હિન્દુ હિત અને હિન્દુઓના ઉત્થાન માટે વિચારમંથન કરાયું હતું. કચ્છ વિભાગની નવી કારોબારીની વરણીની પણ જાહેરાત કરાઇ હતી જેમાં કચ્છ વિભાગના પ્રમુખ તરીકે મૂળ ભચાઉના કમલેશભાઇ ઠક્કર, મહામંત્રી પ્રજ્ઞેશભાઇ ચોથાણી, સંયુક્ત મહામંત્રી બાબુભાઇ આહીર (નિંગાળ)નો સમાવેશ?થતો હતો તેવું મીડિયા કન્વીનર લલિત વ્યાસની યાદીમાં જણાવાયું છે.