• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

ગેરલાભ રોકવા બેટની તપાસ

નવી દિલ્હી, તા. 14 : આઇપીએલના વર્તમાન સત્રમાં મેદાની અમ્પાયર પરંપરાથી હટીને બેટધરો ખોટી રીતે લાભ ન ઉઠાવે એ માટે બેટના આકારની તપાસ કરી રહ્યા છે. બેટના આકારની તપાસ કરવી એક પ્રચલિત ચલણ છે. પરંતુ તે પ્રક્રિયા ડ્રેસિંગ રૂમ સુધી સીમિત હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ પાવર હિટિંગના આ યુગમાં સતત સતર્ક રહેવા માટે મેચ અધિકારીઓને આવશ્યકતા પડે તો મેદાન પર જ બેટની તપાસ કરવાની અનુમતિ આપી છે. આથી આઇપીએલની મેચ દરમિયાન મેદાની અમ્પાયર તેમની પાસે  `બેટ ગેજ' નામનું ઉપકરણ સાથે રાખે છે. જો બેટ એ ગેજમાંથી પસાર થાય તો તેને સ્વીકાર્ય માનવામાં આવે છે. અગાઉ ઇનિંગની શરૂઆતમાં દરેક ખેલાડી તેમના બેટ મેચ અધિકારીને સોંપી દે છે અને તેઓ બેટના આકાર-કદની તપાસ કરે છે તેમ 100થી વધુ ઇન્ટરનેશનલ મેચમાં અમ્પાયરિંગ કરનારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. તેમણે કહ્યંy દરેક ખેલાડી અલગ અલગ વજનના બેટ રાખે છે, પણ તેની લંબાઇ-પહોળાઇ ઉંડાઇ (બેટની વચ્ચેનો હિસ્સો) અને કિનારા પરની જાડાઇ આઇસીસીના નિર્ધારિત માપદંડ અનુસાર હોવી જોઇએ. આઇપીએલની વર્તમાન સીઝનમાં રાજસ્થાનના શિમરોન હેટમાયર, આરસીબીના ફિલ સોલ્ટ અને મુંબઇના કેપ્ટન હાર્દિક પંડયાના બેટના કદની તપાસ મેદાન પર તાજેતરમાં થઇ હતી. આ તમામ ખેલાડીના બેટના આકાર યોગ્ય રહ્યા હતા. જેને અમ્પાયરે બેટ ગેજથી ચેક કર્યાં હતા. આઇપીએલની વર્તમાન સીઝનમાં પ2પ છગ્ગા લાગી ચૂકયા છે. નિકોલસ પૂરનના ખાતામાં 31 છગ્ગા છે અને પહેલા નંબર પર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd