• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

કાશ્વી ગૌતમને હાર્દિક પંડયાએ બેટ ભેટમાં આપ્યું

નવી દિલ્હી, તા. 14 : વિમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં શાનદાર દેખાવ કરી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પહેલીવાર પસંદ થનાર 21 વર્ષીય કાશ્વી ગૌતમ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાની મોટી ફેન છે. કાશ્વીએ તેના બેટ પર એચપી33 લખ્યું છે. ડબ્લ્યૂપીએલ દરમિયાન હાર્દિકે કાશ્વીને વચન આપ્યું હતું કે તે પોતાનું બેટ ભેટમાં આપશે. દિલ્હી કેપિટલ્સ સામેના મેચ દરમિયાન હાર્દિક પંડયાએ કાશ્વી ગૌતમને બેટ ભેટ કર્યું હતું. ડબ્લ્યૂપીએલમાં કાશ્વીએ ગુજરાત જાયન્ટસ તરફથી રમીને સર્વાધિક 11 વિકેટ લીધી હતી. તે હવે શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય વન ડે શ્રેણીની ભારતની મહિલા ટીમમાં પહેલીવાર પસંદ થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd