ગાંધીધામ,તા.14: શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પોલીસે પર્દાફાર્શ
કરી સ્પા સંચાલકને ધરપકડ કરી હતી. શહેરમાં ભાઈપ્રતાપ ર્સકલ પાસે આવેલા કોમ્પ્લેક્ષમાં
પ્રથમ માળે ચાલતા રીટ્રીટ સ્પામાં મહિલાઓ સાથે શરીરસુખ માણવા ની સવલતો પુરી પાડવામાં
આવતી હોવાનુ પૂર્વબાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ સ્થળે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડવામાં આવ્યો
હતો. આ કાર્યવાહીમાં સ્પા સંચાલક આરોપી રાજુભાઈ બાબુભાઈ ઢીલાની રોકડા રૂા. 8 હજાર,ડીવીઆર 5 હજાર સાથે કુલ રૂા.15 હજારના
મુદામાલ સાથે ધરપકડ થઈ હતી.પકડાયેલા આરોપી
પોતાના આર્થિક ફાયદા માટે સ્પાની આડ તળે દેહવ્યાપારનો
વેપાર કરતો હતો.પોલીસે આ સ્થળે થી પાંચ મહિલાઓની મુકત કરાવી હતી. પોલીસે તહોમતદાર વિરુધ્ધ
અનૈતિક વ્યાપાર(પ્રતિબંધ) અધિનિયમ તળે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નોંધપાત્ર
છે કે ગાંધીધામ સંકુલમાં અનેક જગ્યાએ સ્પા ચાલી રહયા છે.જેમાં ગ્રાહકોને રૂપલલના પીરસવામા
આવી હોવાની ફરીયાદો વચ્ચે પોલીસે સ્પા નામ તળે ચાલતા કુટણખાનુ પકડયુ હતું.જે લોકોને
ફરીયાદોનુ સમર્થન કરે છે.