• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

ભુજમાં તલવારો ઉછળી છતાં પોલીસે ના પાડી

ભુજ, તા. 14: દિવસ-રાત 24 કલાક સતત ધમધમતા ભુજ શહેરના કોલેજ રોડ પર કોમર્સ કોલેજ પાસે વારંવાર થતા ઝઘડા ક્યારેક ગંભીર સ્વરૂપ લેતા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા અહીં એકઠા થતા હોવાને વિખેરવા કોઈ પ્રયાસ થતા નથી. શનિવારે બે યુવા જુથ વચ્ચે તલવાર નિકળી છતાં પોલીસ તંત્રે તો બંને મિત્રો લડયા હોવાનું જણાવી ધ્યાન હટાવી દીધું હતું. આ કોલેજ રોડ ઉપર કોમર્સ કોલેજ પાસેના વિસ્તારમાં હવે મોટા-મોટા શોરૂમ, સારી-સારી રેસ્ટોરેન્ટ અને ખાસ કરીને ચાયની દબાણ થયેલી લારીઓ હોવાથી કોમર્સ કોલેજથી રઘુવંશીનગર જતા રસ્તે ચોકડી પર ગમે ત્યારે મોટા ટોળા જોવા મળે છે ને આડેધડ વાહનો પાર્ક કરાયેલા હોય છે. વાહન પાર્કિંગથી માંડી ક્યાંક મોટા વાહનો પસાર થાય ત્યાં બે પૈડાવાળા વાહનોને ચડી જતા હોય છે. એ સ્વભાવીક છે. આવી નાની-નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે ને મારા-મારીના બનાવો દર મહિને બનતા હોવાનું અહીંના વેપારીઓ અને નજરે જોનારાઓએ જણાવ્યું હતું. ચોક્કસ જુથના યુવાનો પણ વારંવાર અહીંની ચોકડીએ એકઠા થઈને જુના બનાવો અહીં સુધી આવી જાય છે. શનિવારે પણ યુવાનો વચ્ચેની સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું ને તલવાર કાઢ- તલવાર કાઢના અવાજો સંભળાતા નાશ-ભાગ મચી હતી. તેમાં અહીં કોમર્સ કોલેજમાં અભ્યાસ અર્થે અપડાઉન કરવાવાળા વિદ્યાર્થીઓ પણ ભોગ બની જતા હોય છે. ને તેવો ગભરાઈને સલામત સ્થળે દોડી ગયા હતા. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ મુદ્દે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે બંને મિત્રોની બોલાચાલી હતી તેવું જણાવીને મુળ વિષય દબાવી દેવામાં આવ્યો હતો. આ સ્થળે આવા મારા મારીના છાશવારે બનાવો બને છે તો પોલીસ તંત્ર ટોળાને શા માટે ઉભા રહેવાની છૂટ આપે છે? ને ખરેખર આડેધડ વાહન પાર્કિંગ સામે પણ કાર્યવાહી થતી નથી. કેમકે અહીં એસ.ટી. બસોના સ્ટોપ હોવાથી બસવાળા સાથે પણ અનેક વખત બોલાચાલી થતી હોવાનું જાણવા મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd