• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

લખનઉને રાહત : ઝંઝાવાતી ઝડપી બોલર મયંક યાદવ ફિટ

લખનઉ, તા. 14 :  આઇપીએલ-202પ સીઝન મધ્યે લખનઉ સુપર જાયન્ટસ માટે રાહતજનક સમાચાર સામે આવ્યા છે. ટીમનો ઝંઝાવાતી ઝડપી બોલર મયંક યાદવ ફિટ થયો છે અને વાપસી માટે તૈયાર છે. તેને બીસીસીઆઇની મેડિકલ ટીમ તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આથી ફાસ્ટ બોલર મયંક યાદવ ટૂંક સમયમાં એલએસજી ટીમ સાથે જોડાઇ જશે. મયંક યાદવે આઇપીએલની પાછલી સીઝનમાં પણ ફકત ચાર મેચ જ રમ્યા હતા. તે સતત 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તે 16.7ની સ્પીડથી બોલિંગ કરી ચૂક્યો છે. અનફિટ હોવા છતાં લખનઉ ફ્રેંચાઈઝીએ તેને 11 કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. તે ગયા વર્ષે બાંગલાદેશ સામે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા પછીથી મેદાનની બહાર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd