• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

મુંદરા ખંડણી કેસના આરોપીના ગેરકાયદે વીજ જોડાણ પર પોલીસની તવાઈ

ભુજ, તા. 14 : તાજેતરના ચર્ચાસ્પદ મુંદરા ખંડણી પ્રકરણ બાદ ત્રણ વ્યાજખોરી એમ ચાર ગુનાના આરોપી મોહંમદ શકીલ યાકુબ ધુઈયા (રહે. બારોઈ, તા. મુંદરા)ની બારોઈમાં આવેલી સોળ ઓરડી તથા વાડીમાં ગેરકાયદે વીજ જોડાણ લાગ્યાનું સામે આવતાં આજે પોલીસે ત્યાં તવાઈ બોલાવી આ ગેરકાયદે જોડાણો દૂર કરી દંડ ફટકારાયો હતો. આ અંગે મુંદરા પોલીસે જાહેર કરેલ વિગતો મુજબ મુંદરા પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખી અસામાજિક તત્ત્વોની વ્યાખ્યામાં આવતા આરોપી મોહંમદ શકીલ યાકુબ ધુઈયાની બારોઈના શીતળા માતાનાં મંદિર પાસે આવેલી છ ઓરડીના ગેરકાયદે વીજ જોડાણ કાપી આશરે 15 હજારનો દંડ તેમજ બારોઈની પોસ્ટ ઓફિસ પાસે આવેલી દશ ઓરડીના ગેરકાયદે વીજ જોડાણ દૂર કરી આશરે રૂા. 25 હજારનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત આરોપીની બારોઈ સીમ તળાવ પાસે આવેલી વાડીમાં પણ ગેરકાયદેસરનું વીજ જોડાણ કાપી આશરે રૂા. 15 હજારનો દંડ ફટકારાયો હતો. વધુમાં આરોપીના ગેરકાયદે દબાણોની તપાસ માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું મુંદરા પોલીસે યાદીમાં જાહેર કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd