• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

દરેક લોકોએ નાગરિક સંરક્ષણ તાલીમ લેવી ખૂબ જ જરૂરી : જિલ્લા કલેક્ટર

ભુજ, તા. 14 : અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં તેમણે આ આયોજન બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરી જણાવ્યું કે, અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે, અગરિયાભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે. આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર ડી. કે. પંડ્યાએ કચ્છીજનોને નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. 100 વધારે અગરિયાઓને આંખોની તપાસ એલએમએન લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી હતી. જે પૈકી 14 વ્યક્તિઓના મોતિયાના નિ?શુલ્ક ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રિફરની કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં કચ્છ જિલ્લાના વસવાટ કરતા 3800 જેટલા અગરિયા કુટુંબો તેમજ 7947 જેટલા માછીમારોને કેન્દ્રમાં રાખીને નાગરિક સંરક્ષણ તાલીમના કાર્યક્રમમો હાથ ધરવામાં આવનારા છે. કચ્છમાં 4000થી વધુ અગરિયા કુટુંબો કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકાવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે. જ્યારે વાવાઝોડા જેવી આપદાઓ આવે ત્યારે તેની સીધી જ અસર અગરિયાઓને થાય છે અને આ સમયે 'નાગરિક સંરક્ષણ તાલીમ' જીવનરક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. આ તાલીમમાં કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન (ઊંજજખઅ)નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.? અંજાર તાલુકાના સંઘડ, વીરા અને રામપર ગામ તથા મુન્દ્રા તાલુકાના કુકડસર, તુણા અને ભદ્રેશ્વર ગામ અને તેની આજુબાજુના મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓએ તાલીમનો વિશેષ લાભ લીધો હતો. આ તાલીમ દરમિયાન સામાજિક અગ્રણી શંભુભાઈ આહિરશામજીભાઈ કાનગડ, અંજાર પ્રાંત અધિકારી સૂરેશ ચૌધરી, અંજાર મામલતદાર, રેડક્રોસના સેક્રેટરી શ્રીમતિ મીરા સાવલીયા સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd