મુલ્લાનપુર, તા. 14 : આઇપીએલ-202પ સિઝન
અધવચ્ચે પંજાબ કિંગ્સ ટીમનો મોટો ફટકો પડયો છે. પંજાબ કિંગ્સ પાછલી મેચમાં
હૈદરાબાદ સામે હારી હતી. આ મેચ દરમિયાન તેના કિવિઝ પેસર લોકી ફરગ્યૂસનના બોલિંગ
કરતી વખતે પગના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા. તે ફકત બે દડા ફેંકી મેદાન બહાર થયો હતો.
હવે તે આ ઇજાને લીધે આઇપીએલની બહાર થઇ ગયો છે. પંજાબ કિંગ્સના બોલિંગ કોચ જેમ્સ
હોપ્સે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટના અંત સુધી લોકી
ફરગ્યૂસનની વાપસીની સંભાવના ઘણી ઓછી છે. લોકી ફરગ્યૂસને વર્તમાન આઈપીએલ સીઝનમાં
પંજાબ કિંગ્સ તરફથી રમીને 4 મેચમાં પ વિકેટ લીધી હતી.