• ગુરુવાર, 17 એપ્રિલ, 2025

બોલિંગમાં વેરવિખેર પંજાબનો કોલકાતા સાથે થશે સામનો

મુલ્લાનપુર, તા. 14 : વીતેલી મેચમાં સનરાઇઝર્સના ફટકાબાજ અભિષેક શર્માની વિસ્ફોટક 141 રનની ઇનિંગ્સને લીધે પોતાના મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહેનાર પંજાબ કિંગ્સ આવતીકાલે મંગળવારની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સના કઠિન પડકારનો સામનો કરશે. પંજાબ માટે સારી વાત એ છે કે તેને ગૃહમેદાનનો ફાયદો મળશે. મેચ મોહાલી નજીક મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. જેની પિચ બેટધરોને મદદગાર છે. આ મેદાન પર અત્યાર સુધીમાં આઇપીએલની બે મેચ રમાઈ છે. જેમાં પહેલાં બેટિંગ કરનાર ટીમે 200થી વધુનો જુમલો નોંધાવ્યો છે. પંજાબ કિંગ્સના બોલરોનો આત્મવિશ્વાસ નિશ્ચિત રીતે ડગમગી ગયો છે. વિશેષ કરીને બે સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ અને ગ્લેન મેકસવેલના મનોબળ જરૂર પ્રભાવિત થયા છે. બન્નેએ પાછલી મેચમાં 7 ઓવરમાં 96 રન લૂંટાવ્યા હતા. પંજાબ સામે કેકેઆરના બે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ એકસ ફેકટર બની શકે છે. કેકેઆરની મુખ્ય ચિંતા સ્ટાર ઓલરાઉન્ડર રસેલનું ખરાબ ફોર્મ છે. તે વર્તમાન સીઝનમાં હજુ સુધી વિજય દેખાવ કરી શક્યો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd