• બુધવાર, 30 એપ્રિલ, 2025

ભુજની લેવા પટેલ હોસ્પિટલને આધુનિક સોનોગ્રાફી માટે પ1 લાખનું દાન અર્પણ

કેરા (તા. ભુજ), તા. 14 : મૂળ ફોટડીના મોમ્બાસા નિવાસી અને ભુજની માતા મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નામકરણ દાતા પરિવારના ટ્રસ્ટ કેશવ-કાન ફાઉન્ડેશન દ્વારા આધુનિક સોનોગ્રાફી મશીન માટે પલાખનું દાન અપાતાં અર્પણવિધિ કરાઈ હતી. શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં દાતા પરિવારના જમાઈ રમેશભાઈ શિવજી વેકરિયા, પ્રીતિબેન (સૂરજપર-લંડન), રજનીકાંત કાનજી હીરાણી (ભારાસર), ઘનશ્યામ કાનજી હીરાણી, નિશાબેન પ્રિયકાંત ભોજા, ખુશાલ ભોજા, ક્રિયા ભોજા, હરીશભાઈ કેરાઈ, અલ્પેશ પ્રેમજી ભોજા, હરીશભાઈ દેવજી કેરાઈ (કુંદનપર) સમગ્ર પરિવારે સોનોગ્રાફી મશીન અર્પણ કર્યું હતું. દાનના પ્રણેતા કેશવ-કાન ફાઉન્ડેશનના ટ્રસ્ટી અરજણભાઈ ગાંગજી પિંડોરિયાએ પ્રતિવર્ષ આરોગ્ય દાન આપવાની દાતા પરિવારની લાગણીને અભિવ્યક્ત કરી હતી. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, એજ્યુ. મેડિ. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા સાથે સમાજની ત્રણેય પાંખના ટ્રસ્ટીએ દાતા પરિવારનો આભાર માન્યોહતો. ગરીબોની સેવામાં અગ્રિમ કચ્છી લેવા પટેલ સમાજના વિવિધ આરોગ્ય પ્રકલ્પમાં કેશવ-કાન ફાઉન્ડેશન સતત સાથ આપતું રહ્યું છે. તે ક્રમમાં ચાલુ વર્ષે પ1 લાખની માતબર સેવા કરાઈ હતી. દાતા પરિવારનું વિશેષ સન્માન કરાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd