• બુધવાર, 30 એપ્રિલ, 2025

રોગાન કળાને લુપ્ત થતી અટકાવવાનો પ્રયાસ કરાયો

માધાપર, તા. 14 : રોગાન આર્ટ જેવી કલા વિરાસતને લુપ્ત થતી બચાવવા બાળકોમાં રસ જાગૃત કરી ફરીથી પુન: જીવિત કરવાનો પ્રયાસ કરાયો હતો. માધાપર કન્યા શાળામાં રોગાન આર્ટનો વ્યાવસાયિક સ્કિલ ડેવલોપમેન્ટ સેમિનાર યોજાયો હતો. માધાપરના કોમલબેન અને આશિષભાઈ કંસારા કે જેઓએ સ્મૃતિવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન મોદીને રામદરબારની રોગાન આર્ટની ફ્રેમ ભેટ રૂપે આપી હતી. તેઓ દ્વારા શાળામાં રોગાન કળા વિશે લાઈવ ડેમો અને સમજ અપાઈ હતી. બાળાઓને લુપ્ત થતી કલા વિશે જાણવા, જોવા અને સમજવાનો મોકો પ્રાપ્ત થયો હતો. રોગાન કળા શું છે, તેનો ઈતિહાસ અને કેવી રીતે તેને કાપડ પર ઉપસાવાય છે તેની સમજ વિવિધ આકારો કાપડ પર ઉપસાવી અને ફ્રી હેન્ડ પ્રકારની આકૃતિઓ દર્શાવી આશિષભાઈ દ્વારા આપવામાં આવી હતી. શાળા સ્ટાફે પણ કાપડ પર રોગાન આર્ટ કરી પોતાનો હાથ અજમાવ્યો હતો. શાળાના શિક્ષિકા ડો. પલ્લવીબેન સંઘવીએ સંચાલન કર્યું હતું. શાળાના આચાર્ય નેહાબેન અને સ્ટાફે સન્માન કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd