ભુજ, તા. 14 : બંધારણના
ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીએ કચ્છભરમાં વિવિધ
કાર્યક્રમ યોજી શ્રદ્ધાસુમન અર્પાયા હતા. ભુજ, ગાંધીધામ સહિતના સ્થળે વિશાળ શોભાયાત્રા
સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. ડો. બાબાસાહેબે ચીંધેલા પદ પર ચાલવા સૌને
આહ્વાન કરાયું હતું.
ભુજમાં ભીમરાવ ગ્રુપ દ્વારા
શોભાયાત્રા
ડો. બાબાસાહેબ આંબેડકરની
જન્મજયંતી નિમિત્તે ભુજમાં ભીમરાવ ગ્રુપ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી જે
શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઇ હતી. શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ જય ભીમના
નારા લગાવ્યા હતા. શોભાયાત્રામાં સાંસદ વિનોદ ચાવડા, ભુજ શહેર મામલતદાર ડી. કે. રાજપાલ, કમલ ગઢવી સહિત જોડાયા હતા. વિવિધ સંસ્થાનો સહયોગ મળ્યો હતો. મનોજ મારવાડા,
પરેશ મારૂ, ચમન કુંવટ સહિત ભીમરાવ ગ્રુપના
સભ્યોએ આયોજન સંભાળ્યું હતું.
કચ્છ જિલ્લા ભાજપે પુષ્પસુમન
અર્પ્યાં
બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ
આંબેડકરજીની જન્મજયંતીએ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ
અનુસૂચિત મોરચાના સંયુક્ત ઉપક્રમે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ
સહિતના આયામો હાથ ધરાયા હતા. પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત અગાઉથી જાહેર
થયેલા કાર્યક્રમ પ્રમાણે ડો. આંબેડકરની પ્રતિમાને હારારોપણ સહિતના કાર્યક્રમો
યોજાયા હતા. ડો. બાબાસાહેબની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ જ જિલ્લા ભાજપ અનુસૂચિત
જાતિ મોરચા અને ભુજ શહેર ભાજપ દ્વારા ટાઉનહોલ પાસે આવેલી તેમની પ્રતિમાને સ્વચ્છ કરવાની
પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રી
અને સાંસદ વિનોદભાઇ ચાવડા સહિત અનેક મહાનુભાવો, કાર્યકરોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો
હતો. જિલ્લા ભાજપના નેજા હેઠળ ડો. આંબેડકરજીની પ્રતિમા પાસે કાર્યકરો બહોળી
સંખ્યામાં એકત્ર થઈ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા
પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,
પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા સહિતના અગ્રણીઓ દ્વારા ડો.
આંબેડકરજીની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. ભાજપના કાર્યકરો દ્વારા પણ તેમની
પ્રતિમાને પુષ્પાંજલિ અપાઈ હતી. પુષ્પાંજલિના કાર્યક્રમ બાદ સંવિધાનનાં આમુખનું
વાંચન કરાયું હતું. હારારોપણ બાદ પક્ષના
કાર્યકરો સાથે એ જ સ્થળે યોજાયેલી બેઠકમાં મુખ્ય વક્તા પંકજભાઈ મહેતાએ બંધારણનાં
આમુખ વિશે કાર્યકરોને માહિતગાર કર્યા હતા. દેશનાં સંવિધાન માટે ડો. આંબેડકરજીનાં
યોગદાન માટે આજે દેશ ગૌરવ અનુભવે છે તેવું કહ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ
ભારતનું બંધારણ કેટલું મજબૂત છે અને સફળ લોકશાહીનો એ પાયો હોવાનું જણાવતાં કહ્યું
હતું કે, બંધારણનું સાચું સન્માન અને બાબાસાહેબની યથાર્થ
ગરિમા અને ગૌરવ શ્રી મોદીએ જાળવ્યું છે. કોંગ્રેસે હંમેશાં બાબાસાહેબનાં ચરિત્રને
અન્યાય જ કર્યો છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે ડો. આંબેડકરના
જન્મદિવસે દેશ આખો તેમને નમન કરે છે ત્યારે આજે આપણે સૌ પણ તેમનાં યોગદાનને વંદન
કરી યાદ કરીએ તેવું કહ્યું હતું તેમજ પ્રત્યેક કાર્યકરને બાબાસાહેબનાં જીવન-કવનમાંથી
પ્રેરણા લેવા હાકલ કરી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે ડો. બી.આર. આંબેડકર દ્વારા
ગઠિત બંધારણના મજબૂત પાયા માટે સમગ્ર દેશમાં ડો. આંબેડકરજીનું ઉચિત સન્માન થઈ
રહ્યું છે, તેમાં આપણે પણ જોડાઈને ગૌરવ લઈ શકીએ તેવું કહ્યું
હતું. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમના
ભાગરૂપે ભુજના વોર્ડ 3 સ્થિત આવેલી એક આંગણવાડી ખાતે
સાંસદ, જિલ્લા
અધ્યક્ષ સહિતના પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં કુપોષિત બાળકોને ચોકલેટ વિતરણ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના
તમામે તમામ બૂથ ઉપર ડો. બાબાસાહેબ આંબેડકરની છબીનું વિતરણ કરી તેમની પ્રતિમાને
હારારોપણ કરી અને બંધારણનાં આમુખનાં વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર
કાર્યક્રમ દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પ્રમુખ
દેવજીભાઈ વરચંદ, રાપર વિભાગના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા,
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ
મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપના હોદ્દેદારો જયંતભાઇ માધાપરિયા, પચાણભાઈ
સંજોટ, શીતલભાઈ શાહ, પ્રફુલ્લાસિંહ
જાડેજા, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, અનુસૂચિત મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથી, માવજીભાઈ
ગુંસાઈ, શહેર એકમના હોદ્દેદારો, કાર્યકરો
બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અનુસૂચિત મોરચાના મહામંત્રી પ્રેમજીભાઈ મંગેરિયાએ
આમુખનું વાંચન કર્યું હતું, જ્યારે અન્ય મહામંત્રી રવિભાઈ
ગરવાએ આભારવિધિ કરી હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની
યાદીમાં જણાવાયું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ : બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ
આંબેડકરની જન્મજયંતી નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લામથક ભુજ મધ્યે
શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ બંધારણ
બચાવવા સૌએ આગળ આવવા આહ્વાન કર્યું હતું. રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, જુમાભાઈ નોડે, દેવેન્દ્રસિંહ
જેઠવા, પી.સી. ગઢવી, ડો. રમેશ ગરવા,
કાસમ સમા, વેરશી મહેશ્વરી, દાનાભાઈ બડગા, ઈલિયાસ ઘાંચી, અંજલિ
ગોર, ફકીરમામદ કુંભાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ કચ્છ મેઘવંશી ગુર્જર મેઘવાળ
સમાજ : ડોકટર બાબાસાહેબની 134મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય
અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારના સબ કમિટી મેમ્બર અને અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી
ગુર્જર મેઘવાળ સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર ગોહિલ, અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવીણ વાણિયા,
ગિરીશ વાણિયા, પચાણ સંજોટ, રાજીવ લોચા, ડી.
કે. પરમાર, નીલેશ દાફડા, મયૂર વાણિયા,
કેશવજી લોચા વિગેરેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
માધાપર મહેશ્વરી સમાજ : માધાપર
જૂનાવાસ ગ્રામ પંચાયત - માધાપર મહેશ્વરી સમાજ, રામ મંદિર વિસ્તાર, સર્વોદય
મિત્ર મંડળ-માધાપર, આરપીઆઈ (આઠવલે) તથા ભુજ તાલુકા ભાજપના
અનુ. જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ
અર્પિત કરાઈ હતી. માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન નારાણભાઈ મહેશ્વરી,
જયંતભાઈ માધાપરિયા, પારૂલબેન કારા, ધનસુખભાઈ મહેશ્વરી, હરજીભાઈ લાછાણી, નારાણભાઈ મહેશ્વરી, રાજેન્દ્ર ટાંક, રમેશ આહીર, દિનેશ
ઠક્કર, મહેન્દ્ર વરૂ, જોરાવરસિંહ
જાડેજા, અક્ષય કન્નર સહિત હાજર રહ્યા હતા.
નખત્રાણામાં વંદના : વિશ્વ
હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા નખત્રાણા ખાતે પ્રતિમાને પુષ્પહાર કરી
શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી. માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણાસિંહ સોઢાએ જણાવ્યું
હતું કે સમગ્ર રાષ્ટ્રના બંધારણમાં આંબેડકરનું સમર્પણ કાયમ માટે યાદ રહેશે.
ચંદુભાઈ રૈયાણી, ભરત રૈયાણી, ભરતાસિંહ ઝાલા સાથે મોટી સંખ્યામાં બજરંગ દળ - વિશ્વ હિન્દુ પરિષદના
કાર્યકરો જોડાયા હતા. મોટી વિરાણીમાં શોભાયાત્રા : તાલુકાના મોટી વિરાણી ખાતે ડો.
આંબેડકરની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. સરપંચ પ્રતિનિધિ ગાવિંદ
વિશ્રામભાઈ બળિયા, કાનજી ધનજી બળિયા, મનજી
પચાણ બળિયા, ડાહ્યાલાલ શિવજી ગોરડિયા, અમૃતભાઈ
જેપાર, નારણ પરમાર,
હરિલાલ ગોરડિયા, ભરત બળિયા, નારાણ સાકરિયા
બળિયા, નાનજી
બાબુલાલ ગરવા વગેરે જોડાયા હતા.
કોટડા (જ.)માં શોભાયાત્રા
કોટડા (જ.) ખાતે ઉગમણાવાસ
રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. મુકેશભાઇ ચાવડા અને આગેવાનો દ્વારા ડો.
આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરાયું હતું.
રાપર કોંગ્રેસ : ડો. બાબાસાહેબ
આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અપાઈ
હતી. રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ રાજપૂત, મહામંત્રી બાબુભાઈ ચૌધરી,
શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અશોક રાઠોડ, કાઉન્સિલર
અરવિંદ માલી, પૂર્વ વિપક્ષી નેતા દિનેશ ચંદે, ઈશ્વરલાલ સોની, ધનજીભાઈ ગોહિલ, રામચંદ્ર સાધુ વગેરે કોંગ્રેસ
કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના આડેસર ગામે આંબેડકર જયંતિની ઉજવણી નિમિત્તે
વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ભચાઉમાં શોભાયાત્રા નીકળી
ભચાઉમાં ડો. બાબાસાહેબની
જન્મજયંતીએ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. સાંજે વોંધનાકા ત્રિકમ સાહેબની જગ્યાએથી નીકળેલી
શોભાયાત્રા મુખ્ય બજાર, શિવાજીગઢ, મહારાણા પ્રતાપ પ્રવેશદ્વાર થઈને નવા બસ
સ્ટેન્ડ પહોંચી હતી. મોટી સંખ્યામાં બાળકો, યુવાનો, ઘોડેસવાર, બાઇકચાલકો સહિતનાઓ જોડાયા હતા. અહીં બાબાસાહેબની
પ્રતિમાને હારારોપણ સાથે શોભાયાત્રા સંપન્ન થઈ હતી. આંબેડકર સર્કલ વિકાસ સમિતિના
નેજા હેઠળ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સુરેશભાઈ કાઠેચા, રાહુલભાઈ ખાણિયા સહિતના સહયોગી બન્યા હતા. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ
જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઇ રાઠોડ, પૂર્વ પ્રમુખ
કુલદીપાસિંહ જાડેજા, અશોકાસિંહ ઝાલા, કારોબારી
ચેરમેન વિજયાસિંહ ઝાલા, પૂર્વ કારોબારી ચેરમેન હરાસિંહ
જાડેજા, અરજણભાઈ રબારી તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા
હતા. માર્ગમાં શરબત, આઈસક્રીમ, શેરડીનો
રસ, ઠંડાં પાણી સહિતની વ્યવસ્થાઓ કુલદીપાસિંહ જાડેજા અને
અશોકાસિંહ ઝાલા, ગંભીરાસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
એસ.ટી. ડેપોના નાનજીભાઈ જાદવ સહિતનાઓએ પાણીની વ્યવસ્થાઓ ઊભી કરી હતી. ભચાઉ પોલીસ
દ્વારા સાંજથી રાત્રે સુધી કસ્ટમ ચાર રસ્તા તરફનો ટ્રાફિક બીજા માર્ગ ઉપર બાયપાસ
કરવામાં આવતાં વ્યવસ્થાઓ સચવાઈ ગઈ હતી.
ચોબારીમાં સામાજિક ક્રાંતિની નવતર
પહેલ
ચોબારી ખાતે આંબેડકર જયંતીની
અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રમેશભાઈ દુદાભાઈ મકવાણા કે જેઓ એડવોકેટ છે, 15 દિવસ પહેલાં જ્યારે સગાઈની તારીખ
નક્કી કરવાની હતી ત્યારે તેમણે આંબેડકર
જન્મજયંતીની તારીખ નક્કી કરી હતી,
રામજી મેરિયાએ આ બંને પરિવારને અભિનંદન આપ્યા અને આંબેડકર જયંતીની
ઉજવણી અહીં જ કરીએ એવું સૂચન કર્યું હતું. વર્ષો જૂની રૂઢિને તિલાંજલિ પણ આપવામાં
આવી હતી. વિધવા માતા પોતાના પુત્રને વધાવી ન શકે, પરંતુ આ
સમયે આ અંધશ્રદ્ધાને ત્યજવા માટે રમેશભાઈના માતા સોનીબેનને વિનંતી કરાતાં તેમણે
સમાજની વચ્ચે જ એડવોકેટ રમેશભાઈને ચાંદલો કરી વધામણા કર્યાં હતાં. ચોબારી
ગામમાંથી બાબાસાહેબની જન્મજયંતી વિશેષ
રીતે મનાવીને સાચી શ્રદ્ધાંજલિ આપી
કુપ્રથાને તિલાંજલિ અપાઇ હતી. નાગજી પરમાર, મોહન મેરિયા,
દિલીપ મેરિયા, મોહન શામળિયાએ બાબાસાહેબના
જીવનકવનની વાત કરી હતી.
નલિયા કોંગ્રેસ સેવાદળ : મુખ્ય
મથક નલિયા ખાતે વિધાનસભા સેવાદળ કોંગ્રેસ સંગઠન દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. અબડાસા વિધાનસભા સેવાદળ
કોંગ્રેસના પ્રભારી નોતિયાર ફકીરમામદ,
તાલુકા પંચાયત સદસ્ય મહેશ્વરી મનજીભાઈ, નોતિયાર
ઓસમાણભાઈ, જાડેજા રવિરાજસિંહ, મહેબૂબ
કુંભાર સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.
વાયોરમાં ઉજવણી
વાયોરમાં 16 ગામમાં
મેઘવંશી મારૂ વણકર સમાજ દ્વારા બી.આર. આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી કરવામાં
આવી હતી. શંકર બુધા સીજુ, દેવશી કાગિયા, દેવજી શોધમ, ગોપાલ
જેપાર, પચાણ સોધમ હાજર રહ્યા હતા. સાવિત્રીબા ફૂલે
વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને કુલ 66 છાત્રનું
સન્માન કરાયું હતું.
મુંદરા ભાજપ અનુ.જાતિ મોરચો
: ડો. આંબેડકર સર્કલ મધ્યે આવેલી ડો.
બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ સહિત વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ હતી. મુંદરા-ગાંધીધામના
પૂર્વ ધારાસભ્ય તેમજ મુંદરા તા. ભાજપના પ્રભારી રમેશ મહેશ્વરી, જિ.પં.ના શિક્ષણ સમિતિના
ચેરમેન વિરમ ગઢવી, મુંદરા તા.પં.ના પ્રમુખ મહિપતાસિંહ જાડેજા, મુંદરા તા. ભાજપના પ્રમુખ
શક્તાસિંહ જાડેજા, મુંદરા
શહેર ભાજપના પ્રમુખ અરાવિંદ પટેલ, મુંદરા તા. ભાજપના
મહામંત્રી જિગ્નેશ હુંબલ, મુંદરા શહેર મહામંત્રી ગૌરાંગ
ત્રિવેદી અને હિરેન સાવલા, મુંદરા નગરપાલિકાના કારોબારી
ચેરમેન ભોજરાજ ગઢવી, આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ
ડાયાલાલ આહીર, મહામંત્રી કિશોરાસિંહ પરમાર, જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ કૃણાલ મહેશ્વરી, જિલ્લા
ભાજપ અનુ.જાતિના મોરચાના મંત્રી રાજેશ સોધમ, મુંદરા તા.પં.
સદસ્યો, નગરપાલિકાના કાઉન્સિલરો, શહેર
તાલુકાના ભાજપના આગેવાનો, યુવાનો તેમજ કાર્યકરો તથા નગરજનો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડો. બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કર્યું હતું.
આયોજન અને વ્યવસ્થા શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડાયાલાલ ગોહિલે તથા
કાર્યક્રમનું સંચાલન શહેરના ભાજપના મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી તેમજ આભારવિધિ શહેર
ભાજપના મહામંત્રી હિરેન સાવલાએ કરી હતી.
અંજાર નગરપાલિકા દ્વારા ધારાસભ્ય
ત્રિકમભાઈ બી. છાંગાની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના
અધ્યક્ષસ્થાને ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની 134મી
જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પ્રતિમા સર્કલ દેવળિયાનાકા
મધ્યે યોજાયો હતો. ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગાએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીમાં
મહત્ત્વનો ભાગ ભજવનારા આધુનિક ભારતના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજી આજીવન
રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યા હતા. તેઓ શ્રદ્ધા, વિશ્વાસ,
લાગણીસભર કાર્યો કરી આદર્શ જીવન જીવી અમર બની ગયા હતા. સંચાલન
ડાયાલાલભાઈ રાઠોડએ કર્યું હતું. આભારવિધિ શાસક પક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામીએ
કરી હતી. નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ
કોડરાણી, ધર્મગુરુ
ખીમજીડાડા માતંગ, વસંતભાઈ જે. કોડરાણી, હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન
બુધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, દંડક કલ્પનાબેન ગોર, રામજીભાઈ ધેડા, કાઉન્સિલરો કેશવજીભાઈ સોરઠિયા,
ડાયાલાલભાઈ મઢવી, મયૂરભાઈ ખીમજીભાઈ સિંધવ,
વિનોદભાઈ ચોટારા, વિજયભાઈ પલણ, સુરેશભાઈ ટાંક, લીલાવંતીબેન પ્રજાપતિ, પ્રીતિબેન માણેક, ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા
અને ક્રિપાલાસિંહ રાણા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઇ
મહેતા, રાજેશભાઈ વી. ઠક્કર, ડેનીભાઈ
શાહ, અશ્વિનભાઈ એન. પંડયા, અલ્પેશભાઈ
દરજી, લાલજીભાઈ કે. મહેશ્વરી, નટુભાઈ
કાંઠેચા, તાલુકા ન્યાય સમિતિ ચેરમેન રાણીબેન અર્જુનભાઈ થારૂ,
મગનલાલ કન્નડ, વૈશાલીબેન સોરઠિયા, સોનલબેન મહેતા, ધનુબેન ગઢવી, સંદીપાબેન
સોની, નજમાબેન બાયડ, પૂજાબેન બારમેડા,
મંજુલાબેન અશોકભાઈ ચૌહાણ, નારણભાઈ દાફડા,
એલ. ટી. પરગડુ, નરેશભાઈ થારૂ, મુકેશભાઈ સામડિયા, તેજપાલભાઈ લોચાણી, યોગેશભાઈ લોચાણી, દેવજીભાઈ ધુવા, હાર્દિકભાઈ પ્રજાપતિ, પૂનમભાઈ ધુવા, પ્રકાશભાઈ રોશિયા, નરાસિંહભાઈ પ્રજાપતિ, નારાણભાઈ ધોરિયા, નારાણભાઈ ધુઆ, વિશાલભાઈ ધુઆ, વિજયભાઈ ફફલ, ખમુભાઈ
કે. માતંગ, અક્ષતભાઈ દુગળિયા, લક્ષ્મણભાઈ
એ. પારિયા, વસંતભાઈ બારોટ, જીતુભાઈ
મિયાત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા તેમજ ઓફિસ
સુપરિન્ટેન્ડેન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવનાં માર્ગદર્શન હેઠળ તેજપાલ લોચાણી,
પ્રકાશ રોશિયા, વિનોદ સામડિયા વિગેરેએ જહેમત
ઉઠાવી હતી, તો જન્મજયંતી મહોત્સવ સમિતિ, ભીમ આર્મી, ઓલ ઇન્ડિયા માઇનોરિટી મહાસંઘે ભીમ
ડાયરાનું આયોજન કર્યું હતું. જખુભાઇ મહેશ્વરી, મંગલભાઈ ડુંગળિયા,
હમીરભાઇ શામળિયા, રૂપાભાઈએ સંકલન કર્યું હતું.
સાથે ડાયાભાઇ રાઠોડ, યોગેશભાઈ લોચાણી, રાણીબેન
થારૂ, ગીતાબેન ડુંગરિયા, રસીલાબેન
ડુંગરિયા, પારૂબેન, જમણાબેન શામળિયા,
બાબુભાઈ મેરિયા, નારણભાઈ ધુઆ, મુકેશભાઈ શામળિયા, થાવરભાઈ મહેશ્વરી, વિક્રમભાઈ કાગી, અરાવિંદભાઈ કાગી, મનજીભાઈ પરમાર, જગદીશભાઈ નોરિયા, નારણભાઈ મકવાણા, નવીનભાઈ પાતારિયા, જીતુભાઈ ઢેરા, દીપકભાઈ ધુઆ, સી.
એમ. લોચાણી, ભીમજીભાઈ બોચિયા, હરિભાઇ
પરમાર, ભીમજીભાઈ ધેડા, હરિભાઇ બડગા,
રમેશભાઈ દાફડા, હિતેશભાઈ ફફલ, વસંતભાઈ બારોટ, વાલજીભાઈ ડુગરિયા, વિશાલભાઈ ધુઆએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.