• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

ભગવાનને રાજનીતિથી દૂર રાખો : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 30 : તિરૂપતિ મંદિરમાં પ્રસાદના લાડુઓમાં જાનવરની ચરબીના વિવાદ પર સોમવારે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આકરા સૂર સાથે તાકિદ કરી હતી કે, કમસેકમ ભગવાનને રાજનીતિથી દૂર રાખો. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી વતી વરિષ્ઠ વકીલ રાજશેખર રાવે કહ્યું હતું કે, પ્રસાદમાં મિલાવટ પર જે નિવેદન સામે આવ્યું છે, તેની અસર ઘણી થઇ શકે છે. આ ચિંતાનો વિષય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રસાદમાં પશુની ચરબી હોવાની તપાસ ખુદ મુખ્યમંત્રીએ `િસટ'ને સોંપી દીધી હતી, તો તેમને મીડિયામાં જવાની, બોલવાની શું જરૂર હતી. કમસેકમ ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો, તેવી ટકોર સર્વોચ્ચ અદાલતે આજે સુનાવણી દરમ્યાન કરી હતી. રાજ્ય સરકાર તરફથી મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, સ્વામી ખુદ તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન (ટીટીડી) સાથે જોડાયેલા રહ્યા છે. શું તેમની અરજી નિષ્પક્ષ કહી શકાય ? રોહતગીએ કહ્યું હતું કે, સુબ્રમણ્યમ સ્વામીનો ઇરાદો સ્પષ્ટ છે. તેઓ રાજ્ય સરકાર પર નિશાન સાધવા માગે છે. ન્યાયમૂર્તિ વિશ્વનાથને કહ્યું હતું કે, સ્વામીના કહેવા મુજબ ઘીના નમૂના લેવાયા છે તેનો ઉપયોગ ટીટીડી ટ્રસ્ટ દ્વારા કરાયો નથી. ન્યાયમૂર્તિ બી.આર. ગવઇએ જણાવ્યું હતું કે, તપાસ જારી છે જ તો વચ્ચે આવું નિવેદન શા માટે આપ્યું. મુખ્યમંત્રીનું પદ એક બંધારણીય પદ છે. તેમણે કહ્યું હતું કે, જુલાઇમાં આવેલા અહેવાલના બે મહિના બાદ નિવેદન અપાયું. જ્યારે આપ નિશ્ચિત ન હોતા કે, સેંપલ કયાં ઘીનું લેવાયું, તો નિવેદન શા માટે કર્યું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang