• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

બાંગલાદેશ હિંસાથી ગુજરાતનો જીવ તાળવે

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 6 : બાંગલાદેશમાં ફાટી નીકળેલા તોફાનોને કારણે ગુજરાતના ઉદ્યોગોને કરોડોનું નુકસાન થાય એવી સંભાવના છે, કારણ કે પાડોશી દેશમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે રાજ્યના ઉદ્યોગપતિઓએ નિકાસ કરેલો  કરોડો રૂપિયાના રસાયણ, સિરામિક ટાઇલ્સ અને ચોખા, કપાસનો જથ્થો ચિત્તાગોંગ બંદર પર લાવારીસ હાલતમાં પડ્યો છે. અમદાવાદ કેમિકલ એસોસિયેશનના સભ્ય જયેશ મહેતાએ જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યુ કે, ગુજરાતથી દર વર્ષે લગભગ 800 કરોડના કેમિકલ, સિરામિક ટાઇલ્સ, ચોખા અને કપાસની બાંગલાદેશમાં નિકાસ થાય છે. રાજ્યમાંથી મુખ્યત્વે કેમિકલ વધુ નિકાસ થાય છે, રાજ્યના ઉદ્યોગપતિઓએ નિકાસ કરેલો સામાન બાંગલાદેશના ચિત્તાગોંગ બંદર પર પડ્યો છે, જેના કારણે કેમિકલ ઉદ્યોગ તરલતાની તંગી (લિક્વિડિટી ક્રંચ)નો સામનો કરી રહ્યો છે, અમે અન્ય નિકાસકારો સાથે પણ ચર્ચા કરી છે, અંદાજે 800 કરોડનો સામાન ચિત્તાગોંગ બંદર પર લાવારીસ હાલતમાં પડ્યો છે. ઉદ્યોગપતિઓ માટે નિકાસનું કામ કરતા કસ્ટમ હાઉસ એજન્ટ જે. એસ. તિવારીએ જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યંy કે, ગુજરાતથી બાંગલાદેશ કેમિકલ, સિરામિક ટાઇલ્સ, કપાસ અને ચોખાની નિકાસ થાય છે, દર વર્ષે 800 કરોડની આસપાસ રાજ્યના વેપારીઓ નિકાસ કરે છે, રાજ્યથી ચિત્તાગોંગ આ સામાનની નિકાસ થાય છે, દક્ષિણ ગુજરાતથી કેમિકલ, મોરબીથી સિરામિક ટાઇલ્સ અને ગુજરાતના અન્ય હિસ્સામાંથી કપાસ અને ચોખાની નિકાસ થાય છે, બાંગલાદેશમાં સર્જાયેલી અરાજકતાને કારણે નિકાસ થયેલો તમામ સમાન ચિત્તગોંગ બંદરે અનલોડ પડ્યો છે, જો બાંગલાદેશમાં અરાજકતા લાંબો સમય ચાલશે તો ગુજરાતના ઉદ્યોગોને 800 કરોડનું નુકસાન થશે .   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang