• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ટેકાના ભાવ મુદ્દે રાજ્યસભામાં હોબાળો

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 26 : ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર અનાજના ટેકાના ભાવમાં સતત વધારો કરી રહી છે, એમ કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું. વિપક્ષ કૉંગ્રેસે મોદી સરકાર ખેડૂત વિરોધી હોવાનું આળ મૂકીને ટેકાના ભાવની કાનૂની ગૅરન્ટીની માગ કરતા ચૌહાણે રાજ્યસભામાં ઉત્તર આપ્યો હતો. કાનૂની ગૅરન્ટીના જવાબમાં ચૌહાણે જણાવ્યું હતું કે, એનડીએ સરકારના કાર્યકાળમાં સરકાર સતત કૃષિ ઉત્પાદનોના ટેકાના ભાવમાં સંભવ વધારો કરી રહી છે.  રાજ્યસભામાં આજે ટેકાના ભાવ સહિતના મુદ્દે હોબાળો મચ્યો હતો. ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, એમએસપી (ટેકાના ભાવ) માટે સરકારની કમિટી સતત ખેડૂતો સહિતના અસરકર્તાઓ સાથે વાતચીત કરી રહી છે અને ભલામણો કરે એ પ્રમાણે સરકાર તત્કાળ એના પર કામ કરી રહી  છે, કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રતિબદ્ધ છે. ચૌહાણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે કૉંગ્રેસની આગેવાની હેઠળ કેન્દ્રમાં સરકાર હતી ત્યારે સ્વામીનાથન પંચની ભલામણોને અભેરાઇએ મૂકી દેવાઇ હતી. ચૌહાણે ગૃહમાં માહિતી આપી હતી કે, 2013માં બાજરાના ટેકાના ભાવ 1250 રૂપિયા હતા, જે વધીને આજે 2625 રૂપિયા છે. આ રીતે જ, મકાઇના ભાવ 1310થી વધીને 2225 રૂપિયા, ઘઉંના ભાવ 1400થી વધીને 2275 રૂપિયા, તુવેર દાળના ભાવ 4500થી વધીને 7550 રૂપિયા કરાયા છે. આ ઉપરાંત, ખેડૂતોને સીધી આર્થિક સહાયરૂપે સરકાર પીએમ કિસાન સન્માન નિધિરૂપે દર વર્ષે સાત હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આપે છે. ચૌહાણ માહિતી આપી રહ્યા હતા એ દરમિયાન શાસક-વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઇ હતી. કૉંગ્રેસના રણદીપ સુરજેવાલા સહિતના સભ્યોએ ટેકાના ભાવની કાનૂની ગૅરન્ટીની માગ સાથે નારેબાજી કરતા સભાપતિ જગદીપ ધનખડેએ એમને ટોક્યા હતા અને કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. છતાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવતા કેન્દ્રના પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે, આ બધું જાણીજોઇને થઇ રહ્યું છે. ચૌહાણે કહ્યું હતું કે, વિપક્ષ ખેડૂતોના નામે રાજકારણ રમે છે. ચૌહાણના જવાબથી અસંતુષ્ટ ટીએમસી, સપા, ડીએમકે સહિતના વિપક્ષના સભ્યોએ ગૃહ ત્યાગ કર્યો હતો.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024