• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

પાક ઇતિહાસમાંથી બોધપાઠ શીખ્યું નથી : મોદી

નવી દિલ્હી, તા. ર6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં શહીદ જાંબાઝ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક કાર્યક્રમને સંબોધતાં  તેમણે સૈન્યમાં ભરતી માટે લાગુ કરવામાં આવેલી નવી અગ્નિપથ યોજનાને લઇને વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે, એવો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે કે, સરકાર પેન્શનના પૈસા બચાવવા આ યોજના લાવી છે.  હકીકતમાં તેનો ઉદ્દેશ સેનાને યુવાન બનાવવાનો છે. પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં કહ્યંy કે, ભારત શાંતિ ઈચ્છતું હતું, પરંતુ પાકિસ્તાને અવિશ્વાસ કર્યો હતો. સત્ય સામે આતંકવાદનો પરાજય થયો હતો. પાક ઇતિહાસમાંથી કોઇ?પાઠ શીખ્યું નથી. અગ્નિપથ યોજના અંગે વડાપ્રધાને કહ્યું કે, હું સંરક્ષણ?ક્ષેત્રમાં સુધારા માટે ભારતીય સેનાની પ્રશંસા કરું છું. તેમણે ઘણા સાહસી નિર્ણયો લીધા હતા જેમાં અગ્નિપથ યોજનાનો પણ સમાવેશ?થાય છે. સશત્ર દળોને યુવાન બનાવવા માટે સંસદમાં દાયકાઓથી ચર્ચાઓ થતી રહી છે પરંતુ અગ્નિપથ યોજના દ્વારા સંભવ થયું છે. કેટલાક લોકોએ તેને રાજકારણનો મુદ્દો બનાવી દીધો હતો. અગ્નિપથ યોજના દેશની તાકાત વધારશે. પાકિસ્તાન અને આતંકવાદ પર તેમણે કહ્યું કે, કારગિલ યુદ્ધ પહેલાં ભારત શાંતિ માટે પ્રયાસો કરી રહ્યું હતું. બદલામાં પાકિસ્તાને પોતાનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો હતો, પરંતુ સત્ય સામે અસત્ય અને આતંકવાદનો પરાજય થયો હતો. ભૂતકાળમાં પાકિસ્તાને ગમે તેટલા પ્રયાસો કર્યા, તેને હારનો સામનો કરવો પડયો છતાં તેણે તેના ઇતિહાસમાંથી કંઇ શીખ્યું નથી. તે આતંકવાદ તથા પ્રોક્સી યુદ્ધની મદદથી પોતાને સંબંધિત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય. હું આવા લોકોને પૂછવા માગું છું કે, આજે મોદી શાસનકાળમાં જે ભરતી થવાની છે, શું તેમને આજે જ પેન્શન ચૂકવવાનું છે ? તેને પેન્શન આપવાનો સમય 30 વર્ષ બાદ આવશે ત્યારે મોદી 10પ વર્ષના હશે ! ત્યારે મોદીની સરકાર નહીં હોય. શું મોદી એવા નેતા છે જે 30 વર્ષ બાદની ચીજ માટે આજે ગોળો ખાય. શું તર્ક આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, અગ્નિપથનું લક્ષ્ય સૈન્યને યુવા બનાવવાનું છે. ભારતના સૈનિકોની સરેરાશ ઉંમર દુનિયામાં સૌથી વધુ છે જે ચિંતાનો વિષય છે. આજે તમામ પ્રકારની અફવાઓ ફેલાવાઈ રહી છે. આ એ લોકો છે, જેમણે તેજસ યુદ્ધ વિમાનને પણ ડબ્બામાં બંધ કરવાની તૈયારી કરી લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang