• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અમેરિકીઓ, કાશ્મીર - મણિપુર ન જાવ...

વોશિંગ્ટન, તા. 25 : અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન બોર્ડર સહિતના નક્સલવાદી વિસ્તારોમાં ન જવાની સૂચના આપી છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકોને કહ્યું છે કે, ભારતના કેટલાક વિસ્તારો વધુ જોખમમાં છે. ગુનાખોરી અને આતંકવાદને કારણે વધુ સાવધાની રાખવી જોઈએ. અમેરિકાએ ભારતને લેવલ 2 પર રાખ્યું છે, પરંતુ દેશના ઘણા ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે. ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે ભારતીય સત્તાવાળાઓ જણાવે છે કે, ભારતમાં બળાત્કાર સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતમાં ઘણા પ્રવાસન સ્થળો પર બળાત્કાર અને છેડતીની ઘટનાઓ બની છે. આતંકવાદીઓ કોઈપણ ચેતવણી વિના ભારતમાં હુમલો કરી શકે છે. તેઓ પ્રવાસન સ્થળો, સ્ટેશનો, બસ સ્ટેન્ડ, બજારો, શાપિંગ મોલ અને સરકારી ઇમારતોને નિશાન બનાવે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને મદદ પૂરી પાડવામાં યુએસ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મણિપુરને લેવલ-4 કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. હિંસા અને અપરાધના કારણે અહીંયા મુસાફરી ન કરવાની વિશેષ સલાહ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મણિપુરમાં વંશીય સંઘર્ષને કારણે હિંસા અને સ્થળાંતરના અહેવાલો છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, મણિપુરમાં ભારતીય સરકારી હોદ્દા પર હુમલા થઈ રહ્યા છે અને ભારતની યાત્રા કરનારા અમેરિકન અધિકારીઓએ પણ મણિપુર જવા માટે પરવાનગી લેવી પડશે. એ જ રીતે લદ્દાખ સિવાય જમ્મુ-કાશ્મીરમાં હિંસા ચાલુ છે. કાશ્મીર ખીણ અને એલઓસીમાં આ સામાન્ય છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં નક્સલ સમસ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના મોટા વિસ્તારમાં નક્સલવાદીઓ સક્રિય છે. આ મહારાષ્ટ્રથી તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024