• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ગુજરાત : ચાંદીપુરાથી કુલ્લ 41 મોત

અમદાવાદ, તા. 23 : રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર મચાવ્યો છે. આજરોજ ચાંદીપુરા વાયરસના કેસમાં વધુ 17 શંકાસ્પદ કેસ મળી આવતા કૂલ 118 કેસ નોંધાયા છે. જ્યારે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત વધુ 3 બાળકોના મૃત્યુ થતાં કૂલ મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે.આ સાથે ચાંદીપુરા વાયરસના કૂલ 23 કેસ પોઝીટીવ નોંધાયા છે. ગુજરાત રાજ્યના વાઇરલ એન્કેફેલાઈટિસના કુલ 118  કેસોમાંથી સૌથી વધુ પંચમહાલમાં 15 કેસો મળી આવ્યા છે. આ સાથે સાબરકાંઠામાં 10, અરવલ્લીમાં 6, મહીસાગરમાં 2, ખેડામાં 6, મહેસાણામાં 7, રાજકોટમાં 5, સુરેન્દ્રનગરમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 11,ગાંધીનગરમાં 6, જામનગરમાં 6, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 6, નર્મદામાં 2, બનાસકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4 તેમજ કચ્છમાં 1, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 2 અને અમદાવાદમાં 1 તેમજ જામનગર કોર્પોરેશનમાં 1  શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.  આ 118 કેસો પૈકી સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 1, મહેસાણામાં 2, રાજકોટમાં 3, સુરેન્દનગરમાં 1, અમદાવાદ કોર્પોરેશન 4, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 5, જામનગરમાં 1, મોરબીમાં 3, ગાંધીનગર ક્રોપરેશનમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1,સુરત કોર્પોરેશનમાં એક તેમજ જામનગર કોર્પોરેશનમાં 1 કેસ મળી કૂલ 41 દર્દી મૃત્યુ થયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Crime News

ફતેહગઢ સીમમાં સજોડે યુવક-યુવતીએ વૃક્ષમાં ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું September 08, Sun, 2024