• સોમવાર, 06 મે, 2024

ગુજરાત ભાજપના બે નેતાનાં નિવેદનથી વિવાદ

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : ચૂંટણી ટાણે નેતાઓ મતદારોને રિઝવવા માટે બેફામ વાણી વિલાસ કરતા હોય છે જેના કારણે નેતાઓને વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ભાજપના નેતાઓના બફાટ સામે આવી રહ્યા છે. પહેલા પરષોત્તમ રુપાલાએ રાજા-રજવાડા વિશે બફાટ કર્યો હતો જેને લઈને ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ હજુ શાંત થયો નથી ત્યારે ગઈ કાલે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજાની પટરાણી પર વિવાદિત નિવેદન આપ્યું હતું જેને લઈને તેમની સામે પણ વિરોધનો સુર ઉઠ્યો હતો. હવે આપમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને  આવા આપત્તિજનક નિવેદન કરનાર પર સખત પગલાં ભરે એવી માંગણી કરી છે. જૂનાગઢના વિસાવદરમાં સોમવારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ભૂપત ભાયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે રાહુલ ગાંધી જેવા **** હાથમાં દેશની કમાન સોંપી શકાય. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી.જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને પટરાણીઓ વિશે નિવેદન કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. જો કે, મામલે કિરીટ પટેલે વીડિયો દ્વારા માફી માગી છે. કિરીટ પટેલે કહ્યું કે, `મારા ભાષણથી કોઇ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. મારો ધ્યેય કોઇ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી વિવાદ ગરમાયો છે. મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તાસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ભાજપ સામે જે આક્રોશ છે તેના કારણે ભાજપ અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. ભાજપના નેતાઓ કાચના ઘરમાં રહે છે. કોંગ્રેસના ધીરજની પરીક્ષા લે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના વિસાવદર મતવિસ્તારની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપમાં જોડાઈ પક્ષપલટો કરી લાભાર્થી ભૂપત ભાયાણીએ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી પર કરેલી આપત્તિજનક ટિપ્પણી ઘણી ગંભીર બાબત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang