• સોમવાર, 06 મે, 2024

રામનવમીના થઈ હિંસા, ત્યાં ચૂંટણી નહીં

કોલકાતા, તા. 23 : કલકત્તા હાઈકોર્ટે રામનવમી પર ફાટી નીકળેલી સાંપ્રદાયીક હિંસા અંગે નારાજગી વ્યકત કરી છે. મંગળવારે કોર્ટે ચેતવણી આપી હતી કે તે વર્ષે જ્યાં સાંપ્રદાયીક હિંસા ફાટી નીકળી હતી ત્યાં લોકસભા ચૂંટણી માટે મંજુરી અપાશે નહીં જો લોકો શાંતીથી કોઈ તહેવારની ઉજવણી કરી શકે તો ચૂંટણીપંચને અમારી ભલામણ છે કે આવા મતવિસ્તારોમાં ચૂંટણી યોજવી જોઈએ. રામનવમી દરમ્યાન હિંસા સંબંધિત ઘટનાઓ (મુર્શિદાબાદમાં) અંગે ન્યાયિક સંજ્ઞાન લીધા બાદ કલકત્તા હાઈકોર્ટની ટિપ્પણીઓ આવી છે. સમાચાર વેબસાઈટ લાઈવ લોના અહેવાલ અનુસાર કેસની સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમે કહ્યું કે અમે ચૂંટણીપંચને ભલામણ કરીશું કે જ્યારે લોકો થોડા કલાકો સુધી શાંતીપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરી શકતા નથી. તો તેઓને સંસદીય પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર પણ આપવો જોઈએ. આવી સ્થિતિમાં (ત્યાં) ચૂંટણી સ્થગિત કરવી જોઈએ. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કેટલીક નજીવી ઘટનાઓ મોટા વિસ્ફોટનું કારણ બની શકે છે એવું હોય કે બધી ઘટનાઓનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોય તહેવારોના દિવસોમાં કોઈક વ્યક્તિના માથે કોઈ ચીજ ચઢી જાય છે અને તે (બીજાને ઉશ્કેરે છે) પરંતુ પ્રકારની અસહિષ્ણુતા બંને બાજુથી છે. દરમ્યાન કલકત્તા હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તે બહેરામપુર સંસદીય ક્ષેત્રમાં યોજાનારી ચૂંટણીને મોકુફ રાખવા માટે ચૂંટણીપંચને પ્રસ્તાવ આપશે. હાઈકોર્ટે હિંસાની ઘટનાઓ અંગે રાજ્ય સરકાર પાસેથી સોગંદનામું માગીને કેસની સુનાવણી 26 મે સુધી મુલતવી રાખી છે, તેમાં અરજદારોની કબુલાત પણ નોંધવામાં આવી છે કે બહેરામપુરમાં રામનવમીમાં પ્રકારની હિંસા પહેલીવાર થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang