• સોમવાર, 06 મે, 2024

ઓનલાઇન છેતરપિંડીનો ખેલ થશે ખતમ !

નવી દિલ્હી, તા.23 : ઓનલાઈન છેતરપિંડી માટે સાઈબર ગઠિયાઓ માટે ભલાભોળા લોકોનાં સ્માર્ટ ફોનમાં આવતાં ઓટીપી મુખ્ય હથિયાર બની રહેતા હોય છે. કસ્ટમર કેર એજન્ટથી લઈને કોઈ બેન્કનાં પ્રતિનિધિ સહિત હોવાનો ડોળ કરીને ગઠિયાઓ ઓટીપી મેળવીને બેન્કનાં ખાતામાંથી રકમ ચાંઉ કરી જતા હોય છે. જો કે આવી બધી છેતરપિંડી ઉપર સકંજો કસવા માટે સરકારે એક સજ્જડ વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. ઘણીવાર સિમકાર્ડ બંધ થવાનું તો ક્યારે બેન્ક ખાતુ બ્લોક કરવા કે વીજ જોડાણ કાપી નાખવાનો ડર બતાવીને આવા લેભાગુ તત્ત્વો ઓટીપી મેળવીને છેતરી જતા હોય છે. સરકારે હવે આવા ઠગ ફાવે તે માટે એક અચૂક વ્યૂહ ઘડી કાઢયો છે. જેનાથી આવા ઓનલાઈન-સાઈબર ફ્રોડને તુરંત પકડી પાડવામાં સરળતા રહેશે.  ગૃહ મંત્રાલય, એસબીઆઈ, પેમેન્ટ સર્વિસ લિમિટેડ અને ટેલિકોમ ઓપરેટરની ટીમ મળીને એક નક્કર યોજના બનાવી રહ્યાં છે. જેનો તોડ કાઢવો આવી છેતરપિંડી લોકો માટે અસંભવ બની જશે. હવે કોઈપણ ઓનલાઈન વ્યવહારમાં ઓટીપી મોકલવા સાથે બેન્કનું સરનામું અને ફોનનું લોકેશન મેળવવામાં આવશે. જો બન્ને લોકેશન મેળ ખાતા હશે તો ઓટીપી નાખ્યા બાદ ઓનલાઈન પેમેન્ટ થશે. જો બન્ને લોકેશનમાંથી કોઈ એક લોકેશન પણ મેચ નહીં થાય તો ઓનલાઈન છેતરપિંડીનું એલર્ટ જારી કરવામાં આવશે ત્યારબાદ ગ્રાહકનાં નિર્દેશ ઉપર ઓટીપીને બ્લોક પણ કરી શકાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang