• બુધવાર, 22 મે, 2024

`ત્રણ નવા કાયદા નવી જરૂરતો માટે'

નવી દિલ્હી, તા. 20 : દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે શનિવારે પત્રકાર પરિષદ સંબોધતાં મોદી સરકારના ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ત્રણેય નવા કાયદા નવી જરૂરતો માટે છે. નવા અપરાધી કાયદા સમાજ માટે ઐતિહાસિક છે અને આ કાયદા ત્યારે જ સફળ થશે જ્યારે  જેમના પર લાગુ કરવાની જવાબદારી છે, તેઓ અપનાવશે, તેવા વિચારો તેમણે વ્યક્ત કર્યા હતા. ત્રણ નવા કાયદાના અમલ સાથે ભારતીય સમાજમાં એક નવા અધ્યાયની શરૂઆત થશે અને દેશની ન્યાય પ્રણાલીમાં અભૂતપૂર્વ બદલાવ લાવશે. નવા કાયદા સંસદમાંથી પસાર થવા એ સત્યનો સંદેશ છે કે, ભારત દેશ બદલી રહ્યો છે. દેશને નવા પડકારો સામે નવા ઉપાયોની જરૂર છે, તેવું દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, પીડિત પર ધ્યાન ન અપાવું તે જૂના કાયદાઓની સૌથી મોટી ખામી હતી, નવા કાયદાઓમાં પીડિત પર ધ્યાન આપશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારે હજુ તાજેતરમાં જ ન્યાયપાલિકા માટે 700 કરોડનું બજેટ ફાળવ્યું છે, જેનો ઉપયોગ અદાલતોના આધુનિકીકરણ માટે થઈ રહ્યો છે. નવા કાયદાઓ માટે માળખાંકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે, તપાસ અધિકારીઓને તાલીમ મળે તે સુનિશ્ચિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang