ગાંધીધામ, તા. 4 : અંજારમાં રહેનાર એક યુવાનનો
ફોન હેક કરી ઠગબાજોએ બારોબાર રૂા. 1,88,000 ઉપાડી લેતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજાર
નગરપાલિકા કોલોનીમાં રહેનાર બિપિન મણાભારથી સ્વામી નામના યુવાને બનાવ અંગે ફરિયાદ નોંધાવી
હતી. તે ગત તા. 2/11ના બપોરે
પોતાના મિત્ર દીપ સોરઠિયા સાથે ભુજથી અંજાર આવી રહ્યો હતાહે અને રતનાલ-કુકમા વચ્ચે
પહોંચ્યા હતા ત્યારે ફરિયાદીએ ફોન ખોલવા પીન નાખેલ છતાં ફોન ખૂલ્યો હતો. બે-ત્રણ પ્રયત્ન છતાં ફોન ખૂલ્યો ન હતો. બાદમાં
તેના ખાતામાંથી પહેલાં રૂા. 40,000 અનિતા
રાની તથા રૂા. 50,000 વર્ધીસ ચાકોના ખાતામાં ટ્રાન્સફણ
થયાનો મેસેજ આવ્યો હતો. યુવાને તાત્કાલિક બેંકમાં પહોંચી યુ.પી.આઇ. ટ્રાન્ઝેક્શન બ્લોક
કરાવ્યો હતો. બાદમાં બીજા દિવસે બીજા ખાતામાંથી રૂા. 98,000 અંસુલ નામના શખ્સના ખાતામાં
ગયા હોવાનું બહાર આવ્યું હતું. ઠગ ટોળકીએ આ યુવાનનો ફોન હેક કરી તેની જાણ બહાર રૂા.
1,88,000 સેરવી લેતાં બનાવ અંગે પોલીસે
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.