ગાંધીધામ, તા. 10 : રાપરના કાનમેરમાં જાહેરમાં
પત્તા ટીંચતા બે ખેલીને પોલીસે પકડી પાડયા હતા, જ્યારે બે શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. કાનમેર ગામના જીવણી સતી માતાના
મંદિરની સામે ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા. તેવામાં અચાનક આવેલી
પોલીસે અહીંથી નાગદાન જવરદાન ગઢવી તથા મહેશ ઉર્ફે ગુંડો રામજી વાઘેલા નામના શખ્સોને
પકડી પાડયા હતા, ત્યારે અશ્વિન રામજી ગોહિલ તથા ચંદન દોલા કોળી
નામના શખ્સે નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા
શખ્સો પાસેથી રોકડ રૂા. 10,580 જપ્ત
કરવામાં આવ્યા હતા.