• શનિવાર, 11 એપ્રિલ, 2026

ગાંધીધામ : સપનાનગરના બગીચાની જાળવણીના અભાવે ખસ્તા હાલત

ગાંધીધામ, તા. 10 : શહેરના સપનાનગર વિસ્તારમાં કેપીટી દ્વારા બનાવવામાં આવેલા જાહેર ઉદ્યાનની સમયસર જાળવણી ન કરાતાં તેની હાલત ખસ્તા બની હોવાની રજૂઆત ડીપીએ અને મહાનગરપાલિકા પ્રશાસન સમક્ષ કરવામાં આવી છે. સપનાનગરના સ્થાનિક ખેરાજભાઈ મહેશ્વરી  સહિતના સ્થાનિકોએ ડીપીએના ચેરેમન અને  મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ લેખિત રજૂઆત  કરતા જણાવ્યું હતું કે, સપનાનગર, એનયુ-4માં  કેપીટી   દ્વારા માતબર રકમના ખર્ચે જે તે સમયે બગીચો બનાવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આ બગીચાની જાળવણી ન કરાતાં હાલત ખસ્તા બની છે.   અંધારાના કારણે અસામાજિક તત્ત્વો અહીં બેસે છે. બાળકો, વરિષ્ઠ નાગરિકો વિગેરે માટે ઉપયોગી આ બગીચાના રખરખાવ માટે  સ્થાનિકો દ્વારા ડીપીએના  સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ છે. દરમ્યાન આ બગીચાની સંભાળ રાખવાની જવાબદારી મહાનગરપાલિકાની હોવાનુ કહેવામાં આવ્યું છે. સમગ્ર મામલે યોગ્ય કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.  

Panchang

dd