ભુજ, તા. 10 : શહેરના જીઆઈડીસી વિસ્તાર નજીક
આવેલા ઝૂંપડામાંથી આધાર-પુરાવા વિનાના તાંબા-એલ્યુમિનિયમના ભંગારના વાયર આશરે 120 કિલો કિં. રૂા. 24,000 સાથે એક ઈસમને પશ્ચિમ કચ્છ
પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં
જીઆઈડીસીની પાછળના ભાગે આવેલા આરોપી ઈમરાન ઉર્ફે મીઠુ જુસબ ગગડાના કબજાના ઝૂંપડામાં
અલગ-અલગ કોથળામાં રખાયેલા આધાર-પુરાવા વિનાના 120 કિલો તાંબા-એલ્યુમિનિયમના ભંગારના
વાયરો કિં. રૂા. 24,000 સાથે
આરોપીને પોલીસે પકડી લીધો હતો. તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી હતી.