• ગુરુવાર, 26 માર્ચ, 2026

મુંદરામાં જમાઈનો સસરા ઉપર કુહાડીથી જાનલેવા હુમલો

ભુજ, તા. 25 : ગઈકાલે મુંદરામાં જમાઈએ પોતાનું ઘર મૂકી તેના વતન ચાલ્યા જવા સસરાને કહી તેની સાથે ઝઘડો કરી માથાંમાં કુહાડી મારી જાનલેવા હુમલો કર્યાની  ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મુંદરાના સુખપરવાસમાં રહેતી રૂબીના સદામ જુણેજાએ મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ મારા પિતા મોહમ્મદ કલુ છેલ્લા એક વર્ષથી મારા ઘરે રહે છે. ગઈકાલે રાતે મારા પિતા જમીને આંગણાંમાં બેઠા હતા ત્યારે મારા પતિ સદામ ઈબ્રાહિમ જુણેજાએ મારા પિતાને કહ્યું કે, તમે મારા ઘરથી જતા રહો. તમારા વતન જઈને રહેજો એમ કહી બોલાચાલી કરી માથાંમાં કુહાડી મારી હતી. લોહીલુહાણ હાલતમાં 108 મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે જીવલેણ હુમલા અંગે સદામ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd