• ગુરુવાર, 26 માર્ચ, 2026

આણંદસરના આચાર્યના હાયર ગ્રેડ મામલે જવાબદારોને હાઈકોર્ટની નોટિસ

ભુજ, તા. 25 : નખત્રાણા તાલુકાના આણંદસર (વિ.) પ્રા. શાળાના આચાર્યનો હાયરગ્રેડ શિક્ષણ તંત્ર અટકાવતાં તેમણે હાઈકોર્ટમાં ધા નાખતાં કોર્ટે જિલ્લા અને તાલુકા શિક્ષણ અધિકારીને 15મી જૂને કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી છે. આણંદસરની પ્રા. શાળાના બીનાબેન કે. ગોસ્વામી જેઓ શિક્ષણ સંઘ અને મહાશિક્ષણ સંઘ અનુસંધાને વર્ષ 2021થી ચાલતા વિવાદ બાદ તેમને થતી કનડગત પ્રશ્ને તા. 27/8/21ના શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં રાગદ્વેષથી તેમનો બીજો ઉચ્ચત્તર હાયરગ્રેડ તપાસ બહાને અટકાવતાં આ પ્રશ્ને વર્ષ 2025ના આવેદનપત્ર આપી બંધ હાયરગ્રેડ ચાલુ કરવા માંગ કરી હતી, પરંતુ ન્યાય ન મળતાં તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરતાં હાઈકોર્ટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને 15મી જૂન, 2026ના હાજર થવા નોટિસ આપી છે.

Panchang

dd