ભુજ, તા. 11 : મુંદરામાં વ્યાજે પૈસા લીધા
બાદ મૂળ રકમથી વધુ નાણાં આપ્યા છતાં ધાકધમકી કરી પઠાણી ઉઘરાણી કરાતી હોવાની ફરિયાદ
મુંદરા પોલીસ મથકે નોંધાવાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ, પરીન સમસુદીન ખોઝાએ લખાવેલી ફરિયાદમાં જણાવાયું
હતું કે, આરોપી પ્રફુલ્લ ફોફળિયા પાસેથી મારા પતિએ વ્યાજે લીધેલાં
રૂપિયા બે લાખ લીધા હતા, જેના વ્યાજ સહિત કુલ રૂા. 6,70,000 જેટલી રકમ ચૂકવ્યા છતાં ધાકધમકી
આપવા સહિતની કનડગત કરાય છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.