ભુજ, તા. 9 : તાલુકાના મોખાણાની જમીનના ખોટા આધારકાર્ડ અને આધારો બનાવી વેંચી
મરાતા ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોખાણા ગામની સર્વે નં.132 વાળી અને
સાહેદ લખમણ હીરા ઢીલાની સર્વે નં.277 વાળી જમીન ગત તા.12/6/23ના ખોટા આધારકાર્ડ અને ખોટા આધારો સાથે વેંચી મરાતા કરશનભાઈ
રવાભાઈ નાગદાનભાઈ વરચંદ (આહીર)એ અગાઉ પોલીસ અધિક્ષકને કરેલી અરજીના આધારે આજે પદ્ધર
પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ ધરમશી કલ્યાણ શાહનું નામ ધારણ કરનાર વ્યક્તિ
તથા કંકુબેન વાલજી શાહ (રહે. મલાડ વેસ્ટ-મુંબઈ) અને કરશન વાઘા ડોઢિયા (રહે. કાંદીવલી
વેસ્ટ-મુંબઈ) વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.