ભુજ, તા. 19 : તાલુકાની મીસરિયાડો સીમમાં વીજક્ષેત્રની ખાનગી કંપનીના વીજ તાર
લગાડવાની કામગીરી દરમ્યાન વાયરના બે ડ્રમમાંથી 1100 મીટર એલ્યુમિનિયમ વાયર કિં. રૂા.
71500ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ ચોરી અંગે ખાવડા પોલીસ મથકે સાઈટ સુપરવાઈઝરે
નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 7/1ના રાતથી સવાર સુધી કોઈ અજાણ્યા ઈસમે એસોસીએટ પાવર
સ્ટ્રકચર્સ પ્રા. લિ. (એ.પી.એસ.) વડોદરાવાળી કંપનીની મીસરિયાડો સીમ વિસ્તારમાં વીજ
ટાવરની બાજુમાં જમીન પર પડેલા બે કંડકટર ડ્રમમંથી કુલ 1100 મીટર એલ્યુમિનિયમના વાયર
જેની કિં. રૂા. 71,500નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
છે.