• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અંજારના આધેડ પાસેથી ટ્રક ખરીદી હપ્તા ન ભરતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 29 : અંજારમાં રહેનાર એક આધેડ પાસેથી ટ્રક ખરીદી બાદમાં તેના લોનના હપ્તા ન ભરી કે ટ્રક પરત ન આપતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંજારમાં રહેનાર ફરિયાદી નવીન અરજણ પેડવાએ રતનાલના નીલેશ આહીર પાસેથી ટ્રક નંબર જી.જે.-12-એઝેડ-4266વાળી ખરીદી હતી. જેના લોનના હપ્તા આ ફરિયાદી ભરતા હતા. બાદમાં ફરિયાદીએ આ ટ્રક માધાપરના જુસબ મલુક જુણેજાને રૂા. 12,65,000માં વેચી હતી અને લોનના રૂા. 36,000 મહિને આ જુસબ ચૂકવશે તેવું લખાણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આરોપીએ એક હપ્તો ભર્યો હતો, પરંતુ બાદમાં પોતાનાં નામે લોન ટ્રાન્સફર ન કરાવી અને હપ્તા ન ભરતાં ફરિયાદીનાં ખાતાંમાંથી હપ્તા કપાઈ ગયા હતા. બાદમાં લોનના હપ્તા મુદ્દે ફરિયાદીને ફોન આવવા લાગ્યા હતા, જેથી તેમણે આરોપીનો વારંવાર સંપર્ક કરવા છતાં હપ્તા ન ભરી અને ટ્રક પરત આપી નહોતી. છેતરપિંડી, વિશ્વાસઘાતના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang