જ્યારે રાષ્ટ્રપ્રેમ અને સાહિત્યનો સંગમ થાય, ત્યારે સંવેદનાની એક નવી જ સરવાણી ફૂટે છે.
ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીના કાવ્યસંગ્રહ `આઓ ફિર સે દિયા જલાયેં'ને કચ્છી ભાષાના માધુર્યમાં ઢાળીને જાણીતા કવયિત્રી
મનીષાબેન અજયભાઈ વીરા `મન'એ સાહિત્ય જગતમાં એક સંવેદનશીલ સેતુ બાંધ્યો
છે. - કચ્છની દીકરીનું અટલજીને શબ્દ-વંદન : મૂળ સાડાઉ
(કચ્છ)ના અને હાલ બોરીવલી સ્થિત મનીષાબેન વીરાએ અટલજીના ગહન વિચારોને `વાંચ વિચ જોત' પુસ્તક દ્વારા કચ્છી સાહિત્યમાં અમર કર્યા છે.
વાજપેયીજીનો કચ્છ સાથેનો અતૂટ નાતો હતો-તે 1968નો કચ્છ સત્યાગ્રહ હોય કે 2001ના ભૂકંપ બાદ `નયા કચ્છ'ના નિર્માણનો
સંકલ્પ હોય. આ પુસ્તક માત્ર એક અનુવાદ નથી, પણ કચ્છના લોકો તરફથી
અટલજીને અપાયેલી એક ભાવભીની શબ્દાંજલિ છે. - જીવન પાઠ : અંધકાર સામે સંઘર્ષની મશાલ : આ પુસ્તક વર્તમાન પેઢી માટે એક શ્રેષ્ઠ
`લાઈફ લેસન' સાબિત થશે. અટલજીની પંક્તિઓ આપણને શીખવે છે
કે : હાર ન માનવી : ગમે તેવો અંધકાર હોય, આશાનો દીવો પ્રગટાવવાની
શક્તિ આપણા અંતરમાં જ છે. - ધૈર્ય અને સંકલ્પ : જ્યારે ધ્યેય દૂર લાગે ત્યારે આશાને જાગૃત
કરી અવરોધોને દૂર કરવાનો મંત્ર આ કાવ્યોમાં છુપાયો છે. - સકારાત્મકતા : મનીષાબેન દ્વારા કરાયેલ આ કચ્છી અનુવાદ નવી ચેતના
અને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત બની રહેશે. - બહુમુખી પ્રતિભાનું સાહિત્ય સર્જન : મનીષાબેન માત્ર એક લેખિકા નથી, પણ સંસ્કૃતિના વાહક છે. `મનમેળો,
`મનમોજ'
અને `મનચયન' જેવા અનેક પુસ્તકો દ્વારા તેમણે કચ્છી ભાષાની
પ્રસાર-પ્રચારમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ગઝલ, ગરબા, હાઇકુ અને લાવિંગિયા જેવી વિવિધ સાહિત્યિક શૈલીઓ પર તેમનું પ્રભુત્વ કાબિલેદાદ
છે. `આઓ ફિર સે દિયા જલાયેં... ભરી દુપહરી મેં
અંધિયારા, સૂરજ પરછાઈ સે હારા...' અટલજીના આ હિન્દી શબ્દોને હવે મનીષાબેને કચ્છી `બાની'માં ઉતારીને દરેક કચ્છીમાડુના હૃદય સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
આ પુસ્તક વાચકોના જીવનમાં અટલજીના રાષ્ટ્રપ્રેમની અને મનીષાબેનના સાહિત્યપ્રેમની કચ્છી
સોડમ પ્રસરાવશે એ નિશ્ચિત છે. ગુરુવારે ભુજના કે.ડી.સી.સી. બેંકના સભાખંડમાં સાંજે
4.30 વાગ્યે યોજાયેલા સમારોહમાં
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલ અધ્યક્ષસ્થાને તથા કચ્છી સાહિત્યકાર પદ્મશ્રી
નારાયણ જોશી `કારાયલ' અતિથિવિશેષ તરીકે હાજર રહેશે.