ભુજ, તા. 25 : તાલુકાના ગોડપર-સરલી સીમમાં
બાવળોની ઝાડીમાં દેશી બંદૂક સાથે ગોડપરના જિતેશ જખુ કોલીને એલસીબીએ ઝડપી કાયદેસરની
કાર્યવાહી કરી હતી. આજે એલસીબીને મળેલી બાતમીનાં પગલે ગોડપર-સરલી વચ્ચે ગોડપરની સીમમાં
બાવળોની ઝાડીમાં શંકાસ્પદ શખ્સ દેખાતાં ટીમ ત્યાં પહોંચતાં તે શખ્સ કોઈ વસ્તુ બાવળોમાં
સંતાડવા લાગ્યો હતો. જિતેશ જખુ કોલી (ગોડપર)ને બાવળોની ઝાડીમાં છુપાવેલી દેશી બંદૂક
સાથે ઝડપી આ બંદૂકના પરવાનાની માગણી કરતાં તેની પાસે ન હોવાથી રૂા. 1000ની દેશી બંદૂક સાથે ઝડપી માનકૂવા
પોલીસ મથકે આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરાવાયો હતો.