ગાંધીધામ, તા. 25 : રાપર તાલુકાના ભીમાસર ભુટકીયા
રેન્જ આઈજીની સાયબર સેલની ટુકડીએ બે એકર જેટલા
વિસ્તારમાં પોષ ડેડાના છોડના વાવેતરનો પર્દાફાસ કર્યો છે ત્યારે આ કામગીરી ત્રીજા દિવસે પણ જારી છે અને વાવતેર કરાયેલા છોડની
સંખ્યા લાખોમાં જાય તેમ છે. અને માદક પદાર્થની કીમત કરોડોને આંબે તેમ છે. આ પ્રકરણમાં ત્રણેક આરોપીઓના
નામ સામે આવ્યા છે. હજુ કાર્યવાહી જારી હોવાથી
સત્તાવાર ફરીયાદ થઈ નથી. આ પોષડેડાનું
વાવેતર આરોપી પ્રભુભાઇ ભાણા સોઢાના કબજાની જમીનમાં થયું હતું. સહઆરોપી તરીકે ઇશ્વરભાઇ
ડાહ્યાભાઇ ગોયલ અને મનસુખભાઇ વજાભાઇ ગોયલ (રહે. ત્રણે ભીમાસર) સામે આવ્યા છે. આ અંગે
મળતી વિગતો મુજબ સાયબર સેલની ટુકડીએ
સોમવારે સાંજના અરસામાં ભીમારસ ભુટકીયાની સીમમાં બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન બે એકર જેટલા વિશાળ વિસ્તારમાં
પોષ ડેડા અને અફીણની ખેતીનો પર્દાફાસ થયો હતો.
અગાઉ ભાવનગર જિલ્લામાં દોઢ એકર વિસ્તારમાં
ખેતી ઝડપાઈ હતી ત્યારે બે એકરમાં નસીલા વાવેતરના
પર્દાફાસની આ કાર્યવાહી રાજયની સૌથી મોટી કાર્યવાહી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
મળતી વિગતો મુજબ સોમવારથી શરૂ કરાયેલી કાર્યવાહી
દરમ્યાન આજે સાંજ સુધીમાં કમ્મર સુધી પહોંચેલા છોડનો આંક
1.60 લાખ જેટલો થયો હતો. હજુ પણ
ગણતરી ચાલુ છે ત્યારે આ આંક બે લાખને પાર કરે
તેમ છે. આ કાર્યવાહી દરમ્યાન મજુરો શોધવામાં
પોલીસને ભારે મુશકેલી પડી હતી. સવાર સાંજ મુકવા
સહીતની કાર્યવાહી કરાઈ હતી અને ઠેઠ ભચાઉ સુધી પોલીસને લાંબા થવાની ફરજ પડી હતી. આ લખાય
છે ત્યારે મોડી રાત્રે પણ તપાસનો ઘમઘમાટ ચાલુ
છે. પોષડેડાની ખેતી હાલની નથી. લાંબા સમયથી
આ વાવેતર કરાતું હોય છે. તો સ્થાનિક પોલીસની
આંખે આ ખેતર કેમ ન ચડયું તે એક સવાલ છે. અત્રે
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આડેસર પી.આઈને એલ.સી.બીનો ચાર્જે સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે વાગડમાં અગાઉ પણ
માદક પદાર્થની ખેતી ઝડપાઈ ચુકી છે.