• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

માંડવી અને ભુજમાં શ્રીદેવી બજારનો આંકડો રમાડતા પન્ટરો ઝડપાયા

ભુજ, તા. 25 : શ્રીદેવી બજારનો આંકડો રમાડતા બે પન્ટર માંડવી અને ભુજમાંથી ઝડપાતાં પોલીસે કાર્યવાહી કરી હતી. આજે બપોરે માંડવીના રાણેશ્વર રોડ પાસેથી બાતમીના આધારે તેની રસકસની દુકાન બહાર મોબાઈલમાં શ્રીદેવી બજારનો આંકફરકનો આંકડો રમાડતા અબ્દુલ્લા ફકરુદ્દીન અંતરિયા (માંડવી)ને રોકડા રૂા. 13,500 અને એક મોબાઈલ કિં.રૂા. 7000ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજીતરફ ભુજની જથ્થાબંધ માર્કેટયાર્ડના ગેટ પાસે બાતમીના આધારે મામદશા રજાકશા શેખ (ભુજ)ને શ્રીદેવી બજારનો આંકડો રમાડતા બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી પેન-ડાયરી તથા રોકડા રૂા. 430 જપ્ત કરી ગુનો દાખલ કરાયો હતો. 

Panchang

dd