ગાંધીધામ, તા. 25 : રાપર તાલુકાના બાલાસર પાસે માદક પદાર્થ ભરેલી ગાડીએ સર્જેલા અકસ્માતમાં યુવાનનું
મોત થયું હતું. આ બનાવમાં પોલીસે આ બંને વાહનોમાંથી રૂા. 11.07 લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી
હતી.ગઈકાલે સર્જાયેલા અકસ્માત બાદ અકસ્માતવાળી બોલેરો ગાડીમાંથી ર્સ્કોપિયો ગાડીમાં
બોરીઓની હેરફેર કરાતી હતી. દરમ્યાન પોલીસ આ સ્થળે
ત્રાટકી હતી. આ સ્થળે પોલીસે માદક પદાર્થ પોષડેડા 73.800 કિલોગ્રામ કિં. રૂા. 11.07 લાખનો જથ્થો પકડી પાડયો હતો.પોલીસે
આ ગુનામાં સામેલ આરોપી તેજારામ જગરામ પ્રજાપતિ, ભિયારામ દેવરામ પ્રજાપતિ (બંને રહે. ગંગાસર, તા. સેડવા,
જિ. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી તેની પાસેથી
બે મોબાઈલ ફોન કિં. રૂા. 15 હજાર, સ્કોર્પિયો ગાડી રૂા. 10 લાખ તથા બોલેરો ગાડી કિં. રૂા.
5 લાખ સાથે કુલ્લે રૂા. 26.22 લાખનો મુદ્દામાલ હસ્તગત લેવાયો
હતો. આ કામગીરીમાં બાલસરના પી.એસ.આઈ. વિકાસ ઝા
તથા સ્ટાફગણ જોડાયો હતો.