• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

પ્રા. શિક્ષકોને ઈતર પ્રવૃત્તિઓ નહીં સોંપાય

અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના હિતમાં અને બાળકોના શિક્ષણના સ્તરને સુધારવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેખિત પરિપત્ર મુજબ, હવેથી પ્રાથમિક શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાં જોતરી શકાશે નહી. શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય હિત (જેમ વસ્તી ગણતરી કે ચૂંટણી) સિવાયની કોઇ પણ અન્ય બિન શૈક્ષણિક જવાબદારી શિક્ષકોને સોંપી શકાશે નહી. આ સંદર્ભે રાજ્યના તમામ ડીઇઓને સુચના આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતા બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડે છે તેવી રજૂઆતો વારંવાર વિવિધ શિક્ષક સંઘો તરફથી કરવામાં આવી રહી છે. ઘણી વખત શિક્ષકોની સંમતિ વિના જ તેમને અન્ય સરકારી કામોમાં લગાડી દેવામાં આવતા હતા. આ આદેશથી રાજ્યના લાખો પ્રાથમિક શિક્ષકોમાં આનંદની લાગણી છવાઇ ગિ છે. હવે શિક્ષકો પોતાન પૂર્ણ સમય બાળકોના ભણતર અને શિક્ષણ પાછળ ખ્ચી શકશે.  

Panchang

dd