• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ધ્રંગના મેળામાંના મનોરંજનના સાધનોના વકરાના નાણાં લઇ કામદારો ફરાર

ભુજ, તા. 15 : તાજેતરમાં મહાશિવરાત્રિના ધ્રંગ મધ્યે મેળો યોજાયો હતો. જેમાં રમકડાંનો સ્ટોલ તથા નાવડી, બ્રેકડાન્સ અને પીંકી ટ્રેનના મનોરંજનના સાધનોની ટિકિટ બારીના વકરાના નાણાં કામ પર રાખેલા ત્રણ માણસો લઇને ફરાર થઇ જતાં કુલ્લે રૂા. 1,43,100ની છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે માધાપર પોલીસ મથકે ખેડાના હસ્મિતાબેન શૈલેષભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે છેલ્લા દશેક વર્ષથી ગુજરાતમાં અલગ-અલગ સ્થળે યોજાતા લોકમેળામાં બ્રેકડાન્સ, મિની પીંકી ટ્રેન, નાવડી તથા રમકડાંના સ્ટોલ ગોઠવી ગુજરાન ચલાવે છે. તા. 15/2ના શિવરાત્રિના ધ્રંગ મધ્યે યોજાયેલા લોકમેળામાં રમકડાંના સ્ટોલ તથા નાવડી પર ઇર્શાદને તથા બ્રેકડાન્સ પર સાઉથ ઉસ્માનભાઇ અને પીંકી ટ્રેન ઉપર સાકીર રહિતખાન પઠાણને ફરિયાદીએ કામ પર રાખ્યા હતા. આ ત્રણે ખંભાત બાજુના છે. ઇર્શાદે રમકડાં સ્ટોલ અને નાવડીની ટિકિટ બારીના રૂા. 34,500, સાઉથ ઉસ્માને બ્રેકડાન્સની ટિકિટ બારીના રૂા. 95000 તથા સાકીર પીંકી ટ્રેનની ટિકિટ બારીના રૂા. 13600 એમ કુલ્લે રૂા. 1,43,100 ફરિયાદી પાસે જમા ન કરાવી લઇને ચાલ્યા ગયા હતા. સાઉથને  આ નાણાં આપવા અવાર-નવાર ફોન કરતાં તેણે રૂપિયા આપવાની ના પાડી દેતાં વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે. 

Panchang

dd