ભુજ, તા.25 : કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક
સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ની
પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિગ 9 ફેબ્રુઆરી
2026ના રોજ કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ્સનું આયોજન અછ9 ઇંજ્ઞહશમફુત
ઙદાિં. કામિં. દ્વારા કરાઇ રહ્યુંં છે, 7 માર્ચે કલ્ચરલ નાઈટ યોજાશે જેમાં આવેલા
મહેમાનોને કચ્છની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતો સંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઈટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા
સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ, ધોરડો ખાતે
કરવામાં આવશે. આ એવોર્ડ્સના આયોજન અંગે કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરાવિંદ
રૂપાલિયા એ માહિતી આપી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું સંચાલન અને માર્ગદર્શન શ્રી હેતલ
ઠક્કર, શ્રી જીગર ચૌહાણ અને શ્રી વિવેક ઠક્કર દ્વારા કરવામાં
આવી રહ્યું છે, જેમણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સને માત્ર એક એવોર્ડ
ફંક્શન નહીં પરંતુ ગુજરાતી ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું
મંચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ અંતર્ગત કલા,
સંસ્કૃતિ, ક્રિએટર્સ, ફિલ્મ
અને સંગીત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ઓ ને 40થી વધુ કેટેગરીઓમાં સન્માનિત કરવામાં આવશે.
તમામ એવોર્ડ્સ માટે એક અમદાવાદ ખાતે એક પસંદગી સમિતિની બેઠક યોજાઇ હતી. શ્રી રૂપાલીયાએ
જણાવ્યું હતું કે, `ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ' જેવી પહેલ કચ્છ માટે ગૌરવની બાબત છે. કચ્છ માત્ર
પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ હવે તે ગુજરાતી કલા અને સંસ્કૃતિના
વૈશ્વિક ઉત્સવનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. કચ્છ માટે આ એક ગૌરવપૂર્ણ અવસર છે કે
અમે આ પ્રથમ આવૃત્તિનું આયોજન કરી રહ્યા છીએ અને કચ્છ યાત્રા રિસોર્ટમાં ગુજરાતની ઓળખને
વૈશ્વિક મંચ મળી રહ્યો છે.' તેમને વધુ માં જણાવ્યું હતું કે 7 અને 8 માર્ચની સંસ્કૃતિક કાર્યક્રમ એ માત્ર કાર્યક્રમ નહિ પરંતુ ગુજરાતની
આત્મા પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાનું સંયોજન બની રહેશે ત્યારે આયોજક મિતલ પટેલે
જણાવ્યું હતું કે કચ્છની આ જનતા આ કાર્યક્રમ ને ઉત્સાહભેર માણશે પ્રધાનમંત્રી શ્રી
નરેન્દ્ર મોદીના ઇન્ડીબલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે દિશામાં ગ્લોબલ ગુજરાતી
એવાર્ડ ચોક્કસ દિશામાં સહયોગી બનશે તેવી આશા વ્યકત કરતા તેવો સમગ્ર ટીમ નો હ્રદયપૂર્વક
આભાર વ્યકત કર્યો હતો. જ્યારે કચ્છને પોતાની એક અલગ છાપ ઉભી કરીને વિશ્વ માં પોતાની
એક અલગ છાપ ઉભી કરી છે ત્યારે આયોજકો એ કચ્છ અને કચ્છ ની જનેતા ઉત્સાહભેર જોડાવા આહવાન
આપ્યું છે.