• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાએ 8,141 ચોરસ મીટરના પ્લોટ ખાલી કરાવ્યા

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં જાહેર માર્ગો ઉપર તો વ્યાપક દબાણો છે અને તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે પરંતુ મહાનગરપાલિકાની મિલકતોમાં પણ દબાણો થઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા તેની સામે કાર્યવાહી શરૂ કરી છે  શહેરમાં ડીએવી કોલેજની સામે સિક્સ ઇન્ડસ્ટ્રીમાં 5490 ચોરસ મીટર ના પ્લોટ ઉપર ગેરકાયદે બાંધકામું થઈ ગયા હતા અને આ મહાનગરપાલિકાના પ્લોટ ઉપર લાંબા સમયથી દબાણ હતાં વહીવટી તંત્ર દ્વારા અહીંથી દબાણ દૂર કરીને પ્લોટ નો કબજો લીધો હતો અને હવે આ પ્લોટ ઉપર 41 લાખના ખર્ચે ગ્રીન લોન પેવર બ્લોક તથા કમ્પાઉન્ડ હોલ બનાવીને સુંદરતા વધારવાનું કામ કરવામાં આવશે અને આ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા 3551 ચોરસ મીટરના પ્લોટ માં વ્યાપક દબાણો થઈ ગયા હતા. નગરપાલિકાએ અહીં દબાણ દૂર કરવા માટે 146 નોટિસ આપવામાં આવી હતી જેના પગલે અહીંથી લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા છે જેના કારણે મહાનગરપાલિકાની મશીનરી તથા માનવ શક્તિ અને સમયનો બચાવ થયો છે લોકો એ સહકાર આપ્યો હતો આ પ્લોટ નો કબજો મહાનગરપાલિકાએ સંભાળી લીધો છે. અહીં પણ વિકાસના કામો કરવા માટેનું આયોજન ઘડવામાં આવશે. હાલના સમય મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુ વાણી દ્વારા ગેરકાયદે થયેલા દબાણ ઉપર ઘોસ બોલાવવામાં આવી રહી છે.  વર્ષો પછી ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો ના માર્ગોને તેના મૂળ સ્વરૂપમાં લઈ આવવામાં આવી રહ્યા છે આડેધડ લોકોએ દબાણ કરી લીધા છે જેના કારણે સમસ્યાઓ તો સર્જાઈ જ રહી છે પરંતુ માર્ગ પણ સાંકડા થઈ ગયા છે હવે વહીવટી તંત્ર દ્વારા માર્ગો ઉપર થયેલા દબાણ દૂર કરીને માર્ગોને ખુલ્લા કરીને તેનો વિકાસ કરવામાં આવી રહ્યું છે  વહીવટી તંત્ર દ્વારા પોતાના હસ્તકના પ્લોટ ઉપર દબાણ છે કે નહીં તે અંગેનો સર્વે પણ કરાવાઈ રહ્યો છે. જે પ્લોટ ઉપર દબાણ હશે ત્યાં નોટિસો આપીને કાર્યવાહી કરી ને પ્લોટ ખાલી કરાવવામાં આવશે હાલના સમય મહાનગરપાલિકા પાસે જમીન નથી તેવામાં તેના હસ્તકના પ્લોટ જે વર્ષોથી દબાણથી દબાયેલા છે તેને ખુલા કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગામી સમયમાં આદિપુર સહિતના વિસ્તારોમાં જ્યાં પીવાના પાણીની લાઈન ઉપર દબાણો થયા છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે. 

Panchang

dd