ગાંધીધામ, તા. 25 : ભચાઉમાં પોલીસે
મકાનમાંથી રૂા. 51295 નો શરાબનો
જથ્થો પકડી પાડયો હતો. આ ઉપરાંત રાપર તાલુકાના ત્રંબો માં દ્રિ-ચક્રિય વાહનમાં રૂા. 6900 ના શરાબ સાથે શખ્સ ઝડપાયો હતો. ભચાઉમાં પટેલ ટાફે ના પાછળના ભાગે આરોપી વિશાલ પચાણભાઈ વાળંદના
કબ્જાના મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. દરમ્યાન અહીંથી રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હિસ્કીની બોટલ
નં.22,રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હિસ્કીના
કવાટરીયા નંગ.42,ઓલ સીઝન ગોલ્ડ કલેકશન રીઝર્વ
વ્હિસ્કીના કવાટરીયા નંગ.17 તથા કિંગફિશર
એકસ્ટ્રા સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર ટીન નં.16 સાથે કુલ રૂા. 51295નો મુદામાલ મળી આવ્યો
હતો. આ કાર્યવાહીમાં આરોપી વિશાલ પોલીસ પકડ થી દૂર રહયો હતો. રાપર પોલીસે ત્રંબો ત્રણ
ચોકડી ની બાજુમાં આવેલ મેદાનમાં કાળા રંગની હોન્ડા કંપનીની એકટીવા ની ડેકીમાંથી ભારતીય બનાવટનો
વિદેશી દારૂના કવાર્ટરીયા નંગ.23 અંકે કર્યા
હતા. પોલીસે અહીંથી આરોપી સોહિલ રસુલભાઈ લંધા ની ધરપકડ કરી હતી. આ ગુન્હામાં સામેલ
અન્ય આરોપી રામદેવસિંહ ચતુરસિંહ જાડેજાને પકડી
પાડવા પોલીસે ચક્રોગતિમાન કરી વધુ તપાસ આરંભી
છે.