• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

વરસાણા ચોકડી પાસે માર્ગ ઓળંગી રહેલા યુવકને કારે અડફેટે લેતાં મોત

ગાંધીધામ, તા. 25 : વરસાણા ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા  પાલાભાઈ સનાભાઈ ભરવાડ (ઉ.વ. 20)નું મૃત્ય થયુ હતું. જ્યારે ગાંધીધામ  તાલુકાના અંતરજાળમાં અગમ્ય કારણોસર ધનજી નારણ આગરિયા (ઉ.વ.32)એ અને ભુજમાં 29 વર્ષીય મહિલા દક્ષાબેન પરેશકુમાર મીઠાણીએ ગળેફાંસા ખાઈને જિંદગીના અંત આણ્યા હતા. અકસ્માતનો આ બનાવ વરસાણા ચોકડીથી ભીમાસર તરફ જતા માર્ગ ઉપર માલધારી હોટેલની સામે  ગઈકાલે 9.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કેમૃતક  પાલાભાઈ રસ્તો   ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન  પૂરપાટ આવતી સફેદ રંગની વેન્યૂ ગાડી નં. જીજે.-12-એફઈ-8049એ તેમને હડફેટે લીધા હતા.  આ ટકકરમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં  તેમણે આંખો મીંચી હતી. આ અંગે વજાભાઈ સનાભાઈ ભરવાડની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.   અંતરજાળના અગારિયા ફળિયામાં રહેતા ધનજીભાઈ નામના યુવાને ગઈકાલે 8.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં પાઈપમાં રસી વડે ફાંસો ખાધો હતો. તેમને સારવાર માટે લઈ જવાતાં  રામબાગ હોસ્પિટલના ડો. બેચર સંઘાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ યુવાને કયા કારણોસર આ પ્રકારનુ અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. જ્યારે ભુજના એરપોર્ટ રોડ પર ઓધવવંદનામાં રહેતા દક્ષાબેન મીઠાણીએ આજે સવારે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેમને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

Panchang

dd