• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

જખૌ પાસેના ટાપુ નજીકથી ચરસનાં 10 પેકેટ ઝડપાયાં

ભુજ, તા. 20 : કચ્છના દરિયાકાંઠા નજીકથી અવિરત મળતા માદક પદાર્થનો સિલસિલો થોડા થોડા અંતરાલ વચ્ચે જારી રહ્યો હોય તેમ અબડાસા તાલુકાના જખૌથી દૂર આવેલા ટાપુ નજીક 12.40 કિલોગ્રામ વજનનાં ચરસનાં 10 પેકેટ બીએસએફની ટુકડીએ ઝડપી પાડયા હતા. સીમા સુરક્ષા દળ દ્વારા જખૌના દરિયાકિનારા વિસ્તારમાં અવિરત રહેલા તલાશી અભિયાન હેઠળ જખૌથી દૂર આવેલા ટાપુ પરથી 10 પેકેટ મળી આવ્યા હતા. અત્યાર સુધી બીએસએફ દ્વારા ચાલુ સાલે જૂન માસ સુધી 272 પેકેટ ઝડપી પડાયા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang