• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

બીમાર નવજાત હોસ્પિટલમાં સાજો થયો પરંતુ માતા-પિતા જ ગુમ

ભુજ, તા. 6 : થોડા દિવસો પૂર્વે આદિપુરની રામબાગ હોસ્પિટલથી 108 મારફત એક નવજાત બાળકને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દંપતી લઇ આવ્યું હતું. શ્વાસની તકલીફવાળા આ નવજાતને આઇસીયુમાં દાખલ કરાયા બાદ આ બાળક સાજું થતાં હોસ્પિટલવાળા તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કરે છે, પરંતુ તેઓનો કોઇ અતો-પત્તો ન મળતાં ગુમ થતાં વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ બનાવની વિગત મુજબ ગત તા. 23/6ના અડધી રાતે આદિપુરથી નવજાત શિશુને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તેના માતા મીનાબેન અને પિતા પ્રકાશભાઇ વાઘેલા (રહે. વૃદ્ધાશ્રમ પાસે, આદિપુર) લઇ આવ્યા હતા. આ બાળકને જી.કે.માં એન.આઇ.સી.યુ. વિભાગમાં દાખલ કરી શ્વાસની તકલીફ?હોવાથી સી-પેટ મશીનથી ઓક્સિજન આપી સારવાર કરાઇ હતી. લોહીમાં ચેપ હોવાથી એન્ટિબાયોટિક દવાથી સારવાર સફળ જતાં આ નવજાત બાળકને તા. 26/6ના નોર્મલ સારવાર હેઠળ મૂકી વાલીને કબજો સોંપવા તપાસ કરતાં હાજર જ મળ્યા ન હતા. આ બાદ લખાવેલા નંબર પર વારંવાર સંપર્ક કરવા છતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો. આમ, રામબાગ હોસ્પિટલમાં નવજાતને જન્મ આપ્યા બાદ વધુ સારવારના બહાને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવી નવજાતને ત્યજી દીધેલાની બંને વિરુદ્ધ ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે પીડિયાટ્રીક હેડ?ડોક્ટર રેખાબેન થદાનીએ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang