• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલાઓની વહારે સાયબર સેલ

ભુજ, તા. 6 : ઓનલાઇન છેતરપિંડીના બનાવો વધ્યા છે, ત્યારે આ રીતે ઠગાઇનો ભોગ બનેલાઓની વહારે સાયબર ક્રાઇમ સેલની ટીમ આવી રહી છે. ભુજના એક શખ્સ તેમજ મહિલા સાથે થયેલી ઓનલાઇન ઠગાઇમાં ગયેલી રકમમાંથી અમુક રકમ પરત અપાવાઇ છે. આ બે બનાવ અંગે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)એ જાહેર કરેલી બે અલગ-અલગ યાદી પ્રમાણે ભુજના જયશ્રીબેનને અજાણ્યા નંબર પરથી લિંક આવી હતી અને લિંક ખોલી માહિતી ભરી સબમિટ કરતાં થોડા દિવસ બાદ તેના ખાતામાંથી રૂા. 86,275 ઉપડી ગયા હતા, જેથી તેમણે તુરંત સાયબર સેલનો સંપર્ક કરતાં ભોગ બનનારા અરજદારને મદદરૂપ થઇ?ગુમાવેલી રકમમાંથી રૂા. 73,244 પરત ખાતામાં અપાવ્યા હતા. અન્ય એક બનાવમાં ભુજના દેવરાજ ગૌડાને અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તે મુંબઇ એક્સિસ બેંક હેડ ઓફિસમાંથી બોલે છે અને તમારા ક્રેડિટ કાર્ડમાં રિવર્ડ પોઇન્ટ જમા થયા છે, જે કેશમાં કન્વર્ટ કરવાના બહાને ઓટીપી મેળવી ક્રેડિટ કાર્ડમાંથી રૂા. 91,395 ઉપાડી લીધા હતા. અરજદાર દેવરાજે સાયબર સેલનો સંપર્ક કરતાં તેણે ગયેલી રકમમાંથી રૂા. 79,689 અરજદારના ખાતામાં પરત અપાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang