• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભચાઉના ચકચારી શરાબ કેસમાં મહિલા પોલીસકર્મીના જામીન ગ્રાહય

ગાંધીધામ,તા. 6 : ભચાઉના ચકચારી દારૂના કેસમાં ભચાઉ અદાલતે મહિલા પોલીસકર્મચારીને જામીન ઉપર  મુકત કરવા આદેશ આપ્યો હતો. ભચાઉમાં પોલીસ ઉપર ગાડી ચડાવી હત્યાના પ્રયાસ અને ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હોવાના પ્રકરણમાં બુટલેગર અને મહિલા પોલીસ કર્મચારીની સંડોવણી સપાટીએ  આવતા રાજયભરમાં ચકચાર પ્રસરી હતી. હત્યાના પ્રયાસના કેસમાં જામીન બાદ ભચાઉ પોલીસે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીની દારૂના કેસમાં ધરપકડ કરી હતી.જેમાં સાત દિવસની રીમાન્ડની માંગ સામે અદાલતે બે દિવસની રીમાન્ડ ગ્રાહય રાખ્યા હતા.રીમાન્ડ દરમ્યાન પોલીસ આ મહિલા તહોમતદારને લઈને છેક રાજસ્થાન સુધી તપાસ અર્થે ગઈ હતી.અબલત પોલીસને કોઈ મહત્વની કડી મળી ન હતી. દારૂના કેસમાં આરોપી નીતા ચૌધરીના રીમાન્ડ પુર્ણ થયા બાદ આજે સવારે 11 વાગ્યે તેમને અદાલતમાં રજૂ કરાયા હતા. બચાવ પક્ષે સાત વર્ષથી ઓછી હોવા કિસ્સામાં પોલીસને જામીન આપવાની સતા હોવા છતાં  અદાતલમાં રજૂ કરવા સહિતના મુદે સવાલો ઉઠાવી વિવિધ મુદે કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી.તો સામાપક્ષે સરકાર તરફ થી પણ ધારદાર દલીલો કરાઈ હતી. અદાલતે દારૂના કેસમાં પણ આરોપી નીતાના જામીન મંજુર કર્યા હોવાનુ બચાવપક્ષના વકીલ હરેશ કાંઠેચાએ કહયુ હતું. બચાવ પક્ષે ધારાશાત્રી દિલીપ જોષી રહયા હતા. હત્યાના પ્રયાસમાં કેસમાં મહિલા પોલીસ કર્મચારીને જામીન અપાયા બાદ પોલીસ ધ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે.જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે તેવુ જાણકારોએ જણાવ્યુ હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang